GSTV
Home » News » નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

નોટબંધીના સમયે જ્વેલર્સ દ્વારા થયેલા મોટા કૌભાંડો ધીમે ધીમે હવે બહાર આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, નોટબંધીના સમયે અનેક જ્વેલર્સોએ મોટી માત્રામાં રકમ જમા કરાવી છે તેમના પર સરકારે હવે નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે.

આપને જણાવી દઈએ કે, આ વર્ષે જ જાન્યુઆરીમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુના લગભગ 10 હજાર જ્વેલર્સનો નોટિસ ફટકારી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટબંધી બાદ મોટા પાયે રોકડ રકમ જમા કરવાવાળા પર દેશભરમાં હજાર સોનીઓ પાસેથી ટેક્સની માગ કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ જોઈએ તો, નોટબંધી બાદ એવી ખબરો આવી રહી હતી કે, જયપુર અને ગુજરાતમાં કેટલાક જ્વેલર્સમાંથી કેટલાય લોકોએ 100 કરોડથી વધુની રકમ બેંકમાં જમા કરાવી છે. જે જ્વેલર્સને આવી નોટિસ મળી છે તેમણે અપીલ કર્યા પહેલા માગ કરી છે કે, ઓછામાં ઓછા 20 ટકા રકમ જમા કરાવાની થશે. મુંબઈમાં ટેક્સ વિભાગના લગભગ 500 જ્વેલર્સને ટેક્સ રિકવરીની નોટિસ ફટકારવામાં આવી છે.

દિલ્હીમાં તો આ સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. દેશભરમાં લગભગ ત્રણ લાખથી પણ વધુ જ્વેલર્સ છે અને નોટબંધી દરમિયાન અનેક સોનીઓ જ્વેલર્સના વેચાણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની કિંમતની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે વેપારીઓને રોકડ વેચાણ પર રાતના 12 વાગ્યા સુધી જૂની નોટ લેવાન છૂટ આપવામાં આવી હતી. ત્યારે આ સમયનો ફાયદો ઉઠાવી અનેક જ્વેલર્સ આ પ્રતિબંધિત નોટ લેતા રહ્યા હતાં.

READ ALSO

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!