GSTV

પહેલા કરતા સ્થિતી વધારે બગડી/ મોદી સરકારમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો, એમ્પ્લોયમેંટ રેટ જૂન બાદ સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓમાં દેશમાં બેરોજગારીની ભયાનક તસ્વીર સામે આવી છે. આંકડાઓ અનુસાર જોઈએ તો, ભારતમાં બેરોજગારી દર 7.78 ટકાએ પહોંચી ગયો છે. જે છેલ્લા ચાર મહિના કરતા સૌથી વધારે છે.

તો વળી લેબર પાર્ટિસિપેશન રેટ 39.3 ટકા રહ્યો છે. જેના કારણે એમ્પ્લોયમેંટ રેટમાં ભારે ધબડકા સાથે 36.24 ટકા પર આવી ગયો છે. એમ્પ્લોયમેન્ટનો આ દર જૂનના અંત બાદ સૌથી નીચલા સ્તરે છે.

25 ઓક્ટોબર બાદ સતત ચોથા અઠવાડીયામાં એમ્પ્લોયમેંટ રેટમાં ઘટાડો નોંધાયો છે. 15 નવેમ્બરે આ દર 37.38 ટકા હતો. CMIEએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, એમ્પ્લોયમેંટ રેટ અત્યાર સુધી લોકડાઉન પહેલાના સ્તર પર આવી શક્યો નથી. ઉલ્ટાનું તેમાં પણ ઘટાડો થયો છે.

2019-20માં એમ્પ્લોયમેંટ રેટ 39.4 ટકા હતો

2019-20માં એમ્પ્લોયમેંટ રેટ 39.4 ટકા હતો, એપ્રિલમાં જે નીચે આવીને 27.2 ટકા પર આવી ગયો છે. મેંમાં તે સુધરીને ઓક્ટોબરમાં 37.8 ટકા પર આવી ગયો હતો. નવેમ્બરમાં પહેલા ત્રણ અઠવાડીયામાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. પહેલા અઠવાડીયામાં તે 37.5 ટકા હતો, બીજા અઠવાડીયામાં તે 37.4 ટકા અને ત્રીજા અઠવાડીયામાં તે 36.2 ટકા પર આવી ગયો હતો.

બેરોજગારીનો તાજેતર રેટ 5 અઠવાડીયામાં સૌથી વધારે

તાજેતરમાં બેરોજગારીનો દર 7.8 ટકા જે છેલ્લા અઠવાડીયા કરતા 5.5 ટકા અને છેલ્લા ચાર અઠવાડીયામાં નોંધાયેલા કોઈ પણ રેટ કરતા વધારે છે. છેલ્લા ચાર અઠવાડીયામાં બેરોજગારી દરમાં 5.5 ટકાથી લઈને 7.2 ટકાની વચ્ચે રહ્યો છે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!