GSTV

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

રાજ્યમાં રોજગારી આપવાના સરકારના દાવા વચ્ચે એવા આંકડાઓ સામે આવ્યાં છે. જેને જોઈને તમે પણ સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નમાં હશો તો માંડી વાળશો. છેલ્લા બે વર્ષમાં શિક્ષિત બેરોજગારીના કુલ આંકડા સામે માત્ર 0.30 ટકાને જ સરકારી નોકરી મળી. જેમાંથી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.

  • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરીનો દુકાળ
  • ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા વધુ વકરી
  • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૨૩૦ લોકોને જ મળી સરકારી નોકરી
  • બે વર્ષમાં ૪ લાખ ૩૩, ૬૬૩ શિક્ષિત બેરોજગાર નાંધાયા
  • બે વર્ષમાં અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૨૩,૪૩૩ નાંધાઈ
  • ૨ વર્ષમાં ૧૪ જિલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી નથી મળી

વિધાનસભામાં બેરોજગારીના જે આંકડાઓ જાહેર થયા

રોજગારી મુદ્દે રાષ્ટ્રીય ફલક પર જે મોડલ રજૂ કરાય છે. તે મોડલના છોતરા ખુદ સરકારી આંકડાઓ જ કાંઢી રહ્યાં છે. વિધાનસભામાં બેરોજગારીના જે આંકડાઓ જાહેર થયા છે તેનાથી સ્પષ્ટ દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય છે.

સરકારી નોકરીના ફાંફા

  • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૨૩૦ લોકોને જ મળી સરકારી નોકરી
  • ૪.૫૮ લાખ બેરોજગારો પૈકી ૨,૨૩૦ લોકોને મળી સરકારી નોકરી
  • બે વર્ષમાં ૪ લાખ ૩૩, ૬૬૩ શિક્ષિત બેરોજગાર નાંધાયા
  • બે વર્ષમાં અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૨૩,૪૩૩ નાંધાઈ
  • ૭,૩૨,૧૩૯ યુવાનોએ ખાનગી નોકરી મેળવી

જેટલા શિક્ષિત બેકારો છે તેમાંથી બે વર્ષમાં માત્ર 0.30 ટકાને જ સરકારી નોકરી મળી. તેમાંથી 14 જિલ્લા એવા છે કે તે જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી નથી મળી.

૧૪ જિલ્લામાં સરકારી નોકરીનો દુકાળ

  • ડાંગ
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ખેડા
  • મહિસાગર
  • મોરબી
  • વડોદરા
  • જામનગર
  • નર્મદા
  • ભરૂચ
  • સુરત
  • તાપી
  • દાહોદ
  • નવસારી

હવે રાજ્યમાં સૌથી વધુ શિક્ષિત બેકારી જિલ્લા પર નજર કરીએ તો સૌથી ચોકાવનારી વાત એ છે કે આ જિલ્લાઓમાં સીએમ અને ડેપ્યુટી સીએમનો જિલ્લો પણ શિક્ષિત બેરોજગારીના ટોપ-ફાઈવના લિસ્ટમાં છે.

ટોપ-૫ શિક્ષિત બેકારો ધરાવતા જિલ્લા

જિલ્લો સંખ્યા
અમદાવાદ ૩૮,૬૧૧
વડોદરા ૨૬,૫૬૩
આણંદ ૨૨,૪૪૫
મહેસાણા ૨૧,૫૪૪
રાજકોટ ૨૧૦૫૫

કથડુ શિક્ષણ અને બેરોજગારીનો વધતો આંકડો સૌથી મોટી સમસ્યા છે. એમાં પણ સરકારી નોકરીમાં મેરીટ આવ્યા બાદ પણ ઓર્ડર હાથમાં આવે. તે પ્રક્રિયાની ગતિ બુલેટ ટ્રેનના જમાનામાં મીટર જેટલી છે.

READ ALSO

Related posts

કોરોના સામે આશાનું કિરણ, એક ડોજ અને કોરોના વાયરસ 48 કલાકમાં ખતમ !

Nilesh Jethva

કોરોના સામે લડવા પીએમ મોદીએ આ દિગ્ગજ નેતા સાથે મીલાવ્યો હાથ

Nilesh Jethva

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું : નહેરાએ આટલા દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા આપી ચેતવણી, ટોપ લેવલની બેઠક યોજાઈ

Karan
Do NOT follow this link or you will be banned from the site!