GSTV

BIG NEWS : જો આ થયું તો 3 કરોડ લોકોને આગામી 6 મહિના સુધી મોદી સરકાર અડધો પગાર આપશે

કેન્દ્રીય શ્રમ મંત્રાલય બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચાર કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ ESIC સાથે જોડાયેલાં કર્મચારીઓને બેરોજગારી થવાની સ્થિતીમાં 6 મહિનાનો પગાર આપવામાં આવશે. આ ભથ્થુ છેલ્લી સેલેરીનાં 50%ની બરાબર રહેશે. હાલમાં બેરોજગારીની સ્થિતીમાં છેલ્લી સેલેરીનાં 25 ટકાની બરાબરનું ભથ્થું આપવામાં આવે છે. તેના સિવાય ભથ્થાની અવધિ ફક્ત 3 મહિનાની જ હોય છે. એટલું જ નહી હાલનાં નિયમ મુજબ, આ સ્કીમનો લાભ એકવાર ઉઠાવી શકાય છે. પરંતુ હવે આ લિમિટને પણ ખતમ કરી દેવામાં આવી છે. ઈકોનોમિક ટાઈમ્સનાં રિપોર્ટ મુજબ, 20 ઓગષ્ટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)નાં સદસ્યોની મીટિંગમાં આ પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો હતો. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો પછી ESICનાં 3.2 કરોડ સબ્સક્રાઈબર્સને ફાયદો થશે.

કેન્દ્રના શ્રમ ખાતાએ બેકારોને રાહત આપવા એક યોજના અમલમાં મૂકવાનો વિચાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ વરસે કોરોનાના પગલે એપ્રિલમાં સંપૂર્ણ લૉકડાઉન હતો. એ દરમિયાન 12 કરોડથી વધુ લોકોએ રોજગારી ગુમાવી હતી. જો કે જૂનના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ બદલાઇ હતી અને નવેક કરોડ લોકોને ફરી પોતાનો રોજગાર મળી ગયો હતો.

લોકડાઉનમાં 12 કરોડની આસપાસ લોકો થયા હતા બેકાર

પરંતુ ત્યારપછી પણ ત્રણ સાડા ત્રણ કરોડ લોકો બેકાર હતા. એવા લોકોને છ માસ સુધી ભથ્થું આપવાની શ્રમ ખાતાની યોજના છે. ઇએસઆઇસીના દરેક કર્મચારીને એના છેલ્લા પગારના પચાસ ટકા જેટલું ભથ્થું છ માસ સુધી આપવાની યોજના છે, અન્યોને છેલ્લા પગારના પચીસ ટકા જેટલું ભથ્થું ત્રણ માસ માટે આપવાની યોજના છે. આવી યોજના ઘડવાનો વિચાર વડા પ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હોવાનું શ્રમ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.

અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં આવી છે વ્યવસ્થા

અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અપાતા બેકારી ભથ્થા જેવી પરંતુ મર્યાદિત કક્ષાની આ યોજના હશે. શ્રમ ખાતાએ તૈયાર કરેલી યોજના ગયા સપ્તાહે વડા પ્રધાન સમક્ષ રજૂ કરાઇ હતી. હવે એને ઇએસઆઇસીની મિટિંગમાં રજૂ કરવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ યોજનાનો અમલ શરૂ કરવાનું શ્રમ ખાતું વિચારી રહ્યું હતું.

3 કરોડથી વધુ લોકો હજૂ પણ રોજગારથી છે વંચિત

એપ્રિલમાં કોરોનાના પગલે જાહેર કરાયેલા સંપૂર્ણ લૉકડાઉનના પગલે 12 કરોડ દસ લાખ લોકોએ રોજગારી ગુમાવી હતી એવી હકીકત સરકારે સ્વીકારી હતી અને બેકારોને રાહત આપવા માટે કોઇ નક્કર યોજના ઘડવાનું શ્રમ મંત્ર્યાલયને જણાવવામાં આવ્યું હતું. મે-જૂનમાં આમાંના નવ કરોડ લોકો ફરી કામધંધે લાગ્યા હતા.

પરંતુ ત્યારપછી પણ ત્રણ કરોડ જેટલા લોકો હજુય બેકાર હતા. તેમને સહાય કરવાનો વિચાર વડા પ્રધાનના કાર્યાલય તરફથી શ્રમ મંત્ર્યાલયને મળ્યો હતો. તદનુસાર આ યોજના ઘડવામાં આવી હતી.

READ ALSO

Related posts

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Ankita Trada

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ: વેપારી અને નિકાસકારોના પ્રતિક ઉપવાસ, APMCમાં ફરતી થઇ આ પત્રિકા

Bansari

કોરોના: ઘરથી એક કિલોમીટર દૂર જવા પર આ દેશે પ્રતિબંધ લગાવ્યો, 7 દેશોમાં કોરોનાના કેસ બમણા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!