બેરોજગારોને દર મહિને મળશે 13 હજાર રૂપિયા, 10 ફેબ્રુઆરીથી કરાવો રજીસ્ટ્રેશન

હવે બેરોજગાર લોકોએ બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી. કારણકે દેશના બેરોજગાર યુવાનોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. સરકાર તરફથી યુવાનોને 13 હજાર રૂપિયાની રોકડ રકમ ભથ્થા સ્વરૂપે આપશે અને આ રકમ 100 દિવસના રોજગારની અંદર મળશે.

ખેડૂતોનું વિજળી બિલ પણ અડધુ થશે

અહીં જણાવવાનું કે મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે યુવા સ્વાભિમાનના નામથી એક નવી યોજના શરૂ કરી છે. મધ્ય પ્રદેશની કેબિનેટે ગુરૂવારે આ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ ખેડૂતોને 10 હોર્સપાવર સુધીના સિંચાઈના પંપને વિજળી બિલ અડધુ કરવાનો નિર્ણય કર્યો છે.

પેન્શનને પણ કર્યુ ડબલ

યુવા સ્વાભિમાન યોજના રાજ્યમાં મનરેગાની જેમ કામ કરશે અને લોકોને 100 દિવસનુ રોજગાર ભથ્થુ આપવામાં આવશે. આ સાથે જ રાજ્યની સરકારે સામાજિક સુરક્ષા પેન્શનના લાભાર્થીઓના પેન્શનને ડબલ કરવાનુ કરી દીધુ છે.

યુવાઓને મળશે રોજગાર

અહીં જણાવવાનું કે નગરીય વિકાસ પ્રધાન જયવર્ધન સિંહે માહિતી આપતા જણાવ્યું કે શહેરી ક્ષેત્રના 21 થી 30 વર્ષ સુધીના યુવાનોને આ યોજનામાં રોજગાર આપવામાં આવશે અને આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે 10 ફેબ્રુઆરીથી પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ટ્રેનિંગ દરમ્યાણ પણ મળશે પૈસા

આ યોજનામાં ભાગ લેનારા બધા યુવાનોને પહેલા 10 દિવસની ઈચ્છા મુજબ ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ 90 દિવસ સુધી શિક્ષણની સાથે તેમની પાસેથી કામ લેવામાં આવશે. આ દરમ્યાન તેમને ત્રણ થી ચાર કલાક સુધી શિક્ષણ અને બાકી સમય કામ કરવુ પડશે. ટ્રેનિંગ દરમ્યાન કામ કરતી વખતે તેમને 4000 રૂપિયા આપવામાં આવશે. સાથે જ આ યોજના માટે નિકાય ક્ષેત્રના યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter