GSTV

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Last Updated on October 25, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં છેલ્લાં ૧૦ વર્ષથી બેરોજગાર યુવાન-યુવતીઓ દ્વારા ગ્રંથપાલની ભરતી કરવા માટે રજુઆત કરવામાં આવે છે પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવી નથી. ખાનગી શાળા-કોલેજમાં ગ્રંથપાલોની ભરતી કરાય છે પરંતુ સરકારી શાળા-કોલેજમાં ભરતી કરાતી નથી.

લાઈબ્રેરી

૨૩ વર્ષથી ગુજરાતની શાળાઓ તથા અનુદાનિત કોલેજોમાં ગ્રંથપાલની ભરતી નથી કરાતી

ગુજરાત સરકાર દ્વારા ૨૩ વર્ષથી ગુજરાતની શાળાઓ તથા અનુદાનિત કોલેજોમાં ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી તેથી ડિગ્રીધારકોની સ્થિતી કફોડી થઈ છે. આ બાબતે તાજેતરમાં ભાવનગર સહિત રાજ્યભરના મહિલા બેરોજગાર ગ્રંથપાલોએ શિક્ષણ મંત્રી અને નાણા મંત્રીને આવેદન પત્ર પાઠવી ભરતી કરવા રજુઆત કરી છે. ગ્રંથપાલની ભરતી બાબતે ૭૮મી વાર આવેદન પત્ર આપવામાં આવ્યુ છે પરંતુ હજુ કોઈ યોગ્ય નિર્ણય નહી આવતા ડિગ્રીધારકો કકળાટ કરી રહ્યાં છે.

ગુજરાત રાજ્યમાં ૩૫૦ કરતા વધારે કોલેજોમાં તથા ૫૬૦૦ કરતા વધારે ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે. ગુજરાત રાજ્યની શાળા, કોલેજોમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી ગ્રંથપાલની ભરતી થયેલ નથી. ગુજરાતની અનુદાનિત કોલેજમાં ગ્રંથપાલની ૩૫૭માંથી ૨૬૦ જગ્યા ખાલી છે, સરકારી કોલેજમાં ૧૧૫માંથી ૫૭ જગ્યા ખાલી છે, શાળા સંચાલયોમાં ૫૬૦૦ જગ્યા ખાલી છે. ૨૮ સ્ટેટ યુનિવસિટીમાંથી માત્ર ૨ બે જ યુનિવસટીમાં ગ્રંથપાલ છે બાકી ૨૬ માં આસિસ્ટન્ટ અને હંગામી ધોરણે ચલાવે છે.

લાઈબ્રેરી

મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની ૯૫ %  જગ્યા ખાલી

મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની ૯૫ %  જગ્યા ખાલી છે, એન્જનિરિંગ કોલેજમાં ગ્રંથપાલની ૧૦૦ % જગ્યા ખાલી છે, આયુર્વેદમાં કોલેજમાં ૭૦ % જગ્યા ખાલી છે, જાહેર ગ્રંથાલયમાં ૮૦ % જગ્યા ખાલી છે, સેન્ટ્રલ લાયબ્રેરીમાં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી છેે તેમ રજુઆતમાં જણાવેલ છે.

READ ALSO :

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!