બેરોજગાર યુવક રાતોરાત બની ગયો અબજોપતિ, વાંચવા જેવો રસપ્રદ મામલો

અમેરીકાની ન્યૂજર્સીમાં એક બેરોજગાર યુવકે લૉટરી જીતવાની આશામાં લૉટરી ટીકિટ ખરીદ્યા. પરંતુ પરીણામ નિકળતા પહેલાં જ તેની પાસે રહેલા ટીકિટ ખોવાઈ ગયા, પરંતુ તેમના નસીબમાં જીતવાનુ લખ્યું હતું. બેરોજગાર યુવક રાતોરાત અબજપતિ બની ગયો.

એક અજાણી વ્યક્તિએ તેને ટીકિટ પાછા આપી દીધા અને પરીણામ આવ્યા બાદ તેણે 237 મિલિયન ડૉલર (લગભગ 19 અબજ રૂપિયા)ની લૉટરી જેકપૉટ જીત્યો. આ યુવકનું નામ માઇકલ જે. વિયર્સ્કી છે. વિયર્સ્કીએ જણાવ્યું કે તેમણે લૉટરી ખુલ્યાના એક દિવસ પહેલા બે ટીકિટ ખરીદી હતી, પરંતુ તે ટીકિટ તાત્કાલિક ખોવાઈ ગયાં. તેમણે જણાવ્યું કે મારું ધ્યાન પોતાના ફોન પર હતું. મેં પૈસા કાઢવા માટે ટીકિટ કાઉન્ટર પર મૂકી હતી અને પછી ટીકિટને ત્યાં મૂકી દીધી. લૉટરીનું પરીણામ આવવામાં એક દિવસ બાકી હતો.

વિયર્સ્કી બાદમાં અમૂક કલાક સુધી સ્ટોરમાં ટીકિટ શોધી રહ્યો હતો, પરંતુ હાર માનીને ઘર પરત આવી ગયો. આગામી દિવસે આ યુવક ફરીથી તે સ્ટોર પર ગયો અને ત્યાંના ક્લાર્કને ખોવાયેલી ટીકિટો અંગે પૂછ્યું. ક્લાર્કે જણાવ્યું કે એક અજાણ વ્યક્તિ ટીકિટ આપી ગયો છે.

થોડી પૂછપરછ બાદ વિયર્સ્કીને એ જ દિવસે ટીકિટ પાછી મળી ગઇ, જે દિવસે પરીણામ આવવાના હતાં. independent.co.ukના સમાચાર મુજબ, રસપ્રદ વાત એ છે કે લૉટરી ખુલ્યાના બે દિવસ સુધી પણ વિયર્સ્કીને ખબર નહોતી કે તેઓ 19 અબજ રૂપિયા જીતી ગયા છે. તેમની માતાએ જ્યારે લૉટરીની ચર્ચા કરી ત્યારે તેમણે લૉટરી એપ જોઈ અને તેમને જાણવા મળ્યું કે તેઓ મિલિયોનેર બની ગયા છે.

વિયર્સ્કી જણાવે છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી બેરોજગાર છે. તેઓ સામાન્ય રીતે દર અઠવાડિયે 20 ડૉલર લૉટરી પર ખર્ચ કરે છે. તેમના ગયા વર્ષે છૂટાછેડા થયા છે. હવે લૉટરીના પૈસાથી બનાવેલ નવા જીવનનો પ્રારંભ કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter