GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ચૂંટણી દાવ : આ સરકાર આપશે બેરોજગારોને કાર અને દરેક પરિવારને મોબાઈલ

ચૂંટણી પહેલાં દરેક સરકાર દ્વારા જાણે લોકોને આકર્ષવા માટેની એક નવી રીત શરૂ થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશની TDP સરકારે લોકસભા ચૂંટણી અને રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં લોકોને મોટી ગિફ્ટ આપવા જઈ રહી છે. પહેલાં સ્માર્ટફોન આપવાની જાહેરાત કર્યા બાદ સીએમ ચંદ્રબાબૂ નાયડુ હવે બેરોજગાર બ્રાહ્મણોને કાર આપવા જઈ રહ્યાં છે. મોદી અને રાહુલ ગાંધીએ ચૂંટમી પહેલાં વાયદાઓની શરૂઆત કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુનું એક હથ્થુ શાસન ચાલે છે. ગુજરાતમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે પણ સમાજ થકી યુવાનોને લાભ મળે છે. હાલમાં માલધારી સમાજ દ્વારા બેરોજગાર યુવાનોને જીપ અપાઈ છે. જોકે, આ કેસમાં સરકાર લાભ આપી રહી છે.

જીવનને સરળ બનાવવા માટે રાજ્યને 1.4 કરોડ સ્માર્ટફોન જોઈએ

ચંદ્રબાબુ નાયડુ અગાઉ જ કહી ચૂક્યાં છે કે જીવનને સરળ બનાવવા માટે રાજ્યને 1.4 કરોડ સ્માર્ટફોન જોઈએ. તેમને રાજ્યના દરેક પરિવારને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી હતી અને હવે તેમની નજર રાજ્યના યુવા બ્રાહ્મણો પર છે. મુખ્યમંત્રી નાયડુ શુક્રવારે અમરાવતીમાં પોતાના શિવિર કાર્યાલયથી બેરોજગાર બ્રાહ્મણ યુવાઓને 30 સ્વિફ્ટ ડિઝાયરની કારને લીલી ઝંડી દેખાડશે. રાજ્ય સરકારે સ્વ-રોજગાર કાર્યક્રમ હેઠળ બેરોજગાર બ્રાહ્મણ યુવાઓને સ્વિફ્ટ ડિઝાયર ટૂર કાર આપવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તેવો સરકારનો પ્રયાસ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને હરાવવા વિપક્ષના મહાગઠબંધનની રચના માટે પ્રયાસો કરી રહેલા ટીડીપીના વડા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ આજે નવી દિલ્હીમાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સહિત વિપક્ષના વિવિધ નેતાઓને મળ્યા હતા અને તેમણે ભૂતકાળના મતભેદોને ભૂલીને `સંયુક્ત વિપક્ષ’ માટે હાકલ કરી હતી.

મોદી સરકારના છે કટ્ટર વિરોધી

સમગ્ર દેશમાં નમૂનારૂપ વિધાનસભા ગૃહ બનાવીને ચંદ્રાબાબુ નાયડુ પોતાની છાપ પાડવા માગે છે. તેમની મહત્ત્વાકાંક્ષાઓ પણ એટલી જ ઊંચી છે. દોઢ દાયકા પહેલાં તેઓ એનડીએની વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મહત્ત્વની ભૂમિકામાં હતા, પણ તે પછી પોતાના રાજ્યમાં જ હાર ગયા એટલે થોડો સમય પાછા પડી ગયા હતા. 2014 પછી મોદી સરકાર સાથે પણ તેમને સારા સંબંધો હતા, પણ હવે તેઓ એનડીએમાંથી બહાર નીકળી ગયા છે.

સબસિડીના સ્વરૂપે અધિકતમ 2 લાખ રૂપિયા આપશે

બ્રાહ્મણ કલ્યાણ નિગમ સબસિડીના સ્વરૂપે અધિકતમ 2 લાખ રૂપિયા આપશે જ્યારે લાભાર્થીએ કારની કિંમતના 10 ટકા પોતાની તરફથી આપવા પડશે અને બાકી રકમ એ.પી બ્રાહ્મણ સહકારી ક્રેડિટ સોસાયટી દ્વારા માસિક હપ્તાઓમાં ચૂકવાશે. પ્રથમ ચરણમાં 50 કારોને મંજૂરી અપાઈ છે.

બ્રાહ્મણોના મત મેળવવા માટે દાવ રમ્યો

લોકસભા અને રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીઓમાં જીત મેળવવા માટે પાર્ટીઓ કોઈ કસર છોડવા માંગતી નથી. આવામાં ચંદ્રબાબુ નાયડુએ બ્રાહ્મણોના મત મેળવવા માટે જે દાવ રમ્યો છે તે કદાચ મોદી સરકાર પર ભારે પડી શકે છે. નાયડુ હાલમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર સાથે જોડાયેલા છે. જેઓ કોંગ્રેસને સપોર્ટ કરે તેવી પૂરી સંભાવના છે. સરકારની આ યોજનાથી એનડીએ સરકારને ફટકો પડશે એ નક્કી છે.

Related posts

ચૂંદડીવાળા માતાજી ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે હતા એક કોયડો, મોત બાદ ન ઉકેલાયું આ રહસ્ય

Nilesh Jethva

બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન મામલે આવ્યા મોટા સમાચાર, મોદીનું સપનું થશે પૂર્ણ

Mansi Patel

કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યોને ICMR ની સલાહ, પ્રાઈવેટ લેબમાં કોરોના ટેસ્ટની કિંમત નક્કી કરો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!