GSTV
Gujarat Government Advertisement

BIG NEWS / અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનું કોરોનાથી મોત થયું હોવાના અહેવાલો વચ્ચે AIIMSનો મોટો ખુલાસો, જાણી લો મોત થયું કે છે જીવિત

રાજન

Last Updated on May 7, 2021 by Karan

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે એવી સ્થિતિમાં કોરોનાના મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. AIIMS નવી દિલ્હીમાં કોરોનાથી અંડરવર્લ્ડ ડૉન અને ગેંગસ્ટર છોટા રાજનનું મોત થયું હોવાના દેશભરમાં અહેવાલો ચાલ્યા હતા. જો કે, આ મામલે AIIMS એ મોટો ખુલાસો કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન હજુ જીવિત છે, હાલમાં કોરોનાની સારવાર માટે તેને AIIMS માં દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ પહેલાં પણ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર રાવણના મોતની અફવા પણ વાયરલ થઈ હતી.

(પ્રતિકાત્મક તસવીર)

તમને જણાવી દઇએ કે, છોટા રાજન પર અપહરણ અને હત્યા સહિત ઘણાં મામલાઓ 70થી વધુ કેસો દાખલ છે. તેણે મુંબઈના એક સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી કરાર આપીને આજીવન કેદની સજા સંભળાવી હતી, જો કે ગત દિવસમાં હનીફ કડાવાળાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. મુંબઈમાં 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી છે.

તમને જણાવી દઇએ કે, રાજનનું 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાં પ્રત્યાપર્ણ કરાયું હતું. તેને ભારત લાવવામાં આવ્યો તે પછી તે તિહાડ જેલમાં જ બંધ હતો. મુંબઈમાં તેની સામેના તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાયો હતો. આ કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ પણ બનાવાઈ હતી.

તિહાડ જેલના કેદીઓમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી ગયું

તિહાડ જેલના સૂત્રોનું કહેવું છે કે, એક કેસની સુનાવણી માટેની વીડિયો કોન્ફરન્સિંગમાં રાજનને હાજર થવાનું હતું પણ તેને કોરોના થયા બાદ હાલમાં તે AIIMS હોસ્પિટલમાં ભરતી કરાયો છે.

જેલના સૂત્રોના કહેવા પ્રમાણે સંક્રમિત કેદીઓ માટે હોસ્પિટલમાં અલગથી વોર્ડ બનાવાયો છે. પરંતુ બીજા કેદીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. હવે કેદીઓનું પણ મોટા પાયે કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું હતું.

કોરોના

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 4,14,433 નવા કેસ સામે આવ્યા

કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. ગુરૂવારે ભારતમાં કોરોનાના રેકોર્ડ સમાન નવા કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 4,14,433 નવા કેસ સામે આવ્યા હતા અને 3,920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 4.14 લાખને પાર કરી ગયો હોય તેવું પહેલી વખત બન્યું છે. જ્યારે ત્રીજી વખત દેશમાં કોરોનાના નવા કેસએ 4 લાખનો આંકડો પાર કર્યો છે.

અગાઉ બુધવારે દેશમાં કોરોનાના 4,12,618 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 30 એપ્રિલના રોજ 4,02,351 નવા કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ મહામારીની સંભવિત ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તૈયારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જો ત્રીજી લહેરમાં બાળકો કોરોનાથી સંક્રમિત થશે તો સરકાર પાસે તેમની સારવાર માટે શું પ્લાન છે તેવો સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું હતું કે, જો બાળકો સંક્રમિત થશે તો શું માતા-પિતા હોસ્પિટલમાં રહેશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શું નવા ગ્રેજ્યુએટ ડોક્ટર અને નર્સને ત્રીજી લહેર દરમિયાન સેવામાં લઈ શકાય તેવો સવાલ પણ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!