શારીરિક સંબંધ એ લગ્નજીવનનો એક ખુબ જ જરૂરી ભાગ છે. આ સંબંધ જ બે અજાણ્યા લોકોને એક તાંતણે બાંધીને તેમના સંબંધોને મજબૂત બનાવે છે પરંતુ, આજકાલ વધુ પડતી વ્યસ્ત દિનચર્યાને કારણે લોકોની સેક્સલાઇફ ખૂબ જ કંટાળાજનક બની ગઈ છે. ખાસ કરીને પુરુષોમાં સેક્સ પ્રત્યેનો રસ સાવ ઘટવા લાગ્યો છે. જો કે, સ્ત્રીઓને ઘણી વખત એવી અનુભૂતિ થતી હોય છે કે, તેમનો પતિ તેમને પહેલાની જેમ પ્રેમ કરતો નથી.
પરંતુ, આ અનુભૂતિ થવા પાછળનું કારણ પુરુષના પ્રેમમા ઘટાડો નથી હોતો પરંતુ, અમુક અન્ય કારણો જવાબદાર હોય છે. ક્રોનિક ડિસીઝથી લઈને સ્ટ્રેસ સુધીની સમસ્યાઓના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ ઘટવા લાગે છે, જે પુરુષોમાં શુક્રાણુની રચના માટે જવાબદાર છે. જ્યારે આ હોર્મોન્સનું પ્રમાણ ઘટવા લાગે છે ત્યારે સેક્સ કરવાની ઇચ્છા ખુબ જ ઓછી થતી જાય છે તો ચાલો આજે આ લેખમા અમે તમને પુરુષોમા ઘટતી જતી કામેચ્છાની સમસ્યાના નિવારણ જણાવીએ.

દારૂનું સેવન ઓછું કરો :
કામેચ્છામાં ઘટાડો થવો એ પુરુષો માટે ખૂબ જ તક્લીફદાયી સાબિત થઇ શકે છે. જો દારૂનું વધુ પડતું સેવન કરવામાં આવે તો પુરુષોની સેક્સ લાઇફ બરબાદ થઈ શકે છે. જે પુરુષો નિયમિતપણે ત્રણ કે તેથી વધુ ગ્લાસ આલ્કોહોલિક પીણાંનું સેવન કરે છે તે સેક્સ પ્રત્યે નિરાશ બનતા જાય છે. તેથી જો પુરુષોએ પોતાની કામેચ્છા વધારવી હોય તો આલ્કોહોલ અને ધૂમ્રપાનનુ સેવન ટાળવું જોઈએ.
તણાવને ઘટાડો :
આજનો વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે અને તેના કારણે જ કામેચ્છા વધારવા માટે જવાબદાર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનુ ઉત્પાદન ઘટી જાય છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, તણાવ દરમિયાન ધમનીઓ સંકોચાઈ શકે છે. સાયન્ટિફિક રિસર્ચ એન્ડ એસ્સમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર તણાવની સીધી અસર પુરુષો અને મહિલાઓ બંનેમાં જાતીય સમસ્યાઓ પર પડે છે. તેથી, વધુ સારા સંબંધો માટે તણાવને હમેંશા નિયંત્રણમાં રાખવુ.

જીવનસાથી સાથે લાંબી વાતો કરો :
અમુકવાર કામેચ્છામાં ઘટાડો સંબંધોમાં કડવાશ આવવાને કારણે પણ થાય છે. આ ક્ડવાશના બંનેના સંબંધોમાં અંતર આવી જાય છે અને પરિણામે પુરુષોની સેક્સ કરવાની ઇચ્છામાં ઘટાડો થઈ જાય છે. આ સમયે તમારા જીવનસાથી સાથે શક્ય બને તેટલી ચર્ચા કરવી. આ ચર્ચા તમને માત્ર ટેકો જ નહી આપે પરંતુ, તમારા સંબંધો મજબૂત બનાવવામાં પણ તમને મદદ કરી શકે છે.
કેમ આવે છે કામેચ્છામા કમી ?
કામેચ્છાનો અભાવ ઘણીવાર તણાવ અને થાક સાથે સંકળાયેલો હોય છે. તેથી, તમે જો કોઈ ઉકેલ શોધો તે પહેલાં તમારે મૂળભૂત સમસ્યાની તપાસ કરવી પડશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોવ અથવા ભારે દવાઓ લઈ રહ્યા હોવ અથવા તણાવ, અનિદ્રા અને આલ્કોહોલના સેવન સહિતના અન્ય ઘણા પરિબળો પણ તમારી કામેચ્છાને ઘટાડી શકે છે.

ટેરેસ્ટોરેન રિપ્લેસમેન્ટ થેરાપી :
પુરુષોમાં ઘટતી કામેચ્છા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડાને કારણે થાય છે. જે પુરુષોને ઉપરોક્ત પગલાં પછી પણ પરિણામો મળી રહ્યા નથી તે ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપીની મદદ લઈ શકે છે. આ થેરાપી તેમની ઊર્જાનું સ્તર, કામેચ્છા અને મૂડમાં સુધારો કરે છે. જોકે તેની કેટલીક આડઅસરો પણ છે. આ થેરાપી અજમાવતા પહેલા તમારે તમારા ડોક્ટર સાથે વાત કરવી પડશે.
કાઉન્સેલિંગ કરાવો :
ઘણીવાર શારીરિક અને માનસિક બંને કારણોસર કામેચ્છાનું સ્તર નીચું જઈ શકે છે. આવા સમયે સેક્સ થેરાપિસ્ટની મદદ લેવી એ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. તમને તમારા જીવનસાથી સાથે વાતચીત કરવામાં મદદ કરવાથી માંડીને માનસિક તણાવને સમજવા સુધી આ નિષ્ણાત તમને તમારા જાતીય સ્વાસ્થ્યને પાછું આપવામાં મદદ કરી શકે છે.
કામેચ્છા ઘટાડવાની સારવાર ઘણીવાર અંતર્ગત સમસ્યાની સારવાર પર આધાર રાખે છે. જો તમે ઇચ્છો તો તમારી કામેચ્છામાં થયેલ ઘટાડાને વધારવા માટે જાતે પણ પગલાં લઈ શકો છો. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, સારી ઊંઘ લેવી અને તંદુરસ્ત આહાર લેવો જેવી પ્રવૃત્તિઓમાં કામેચ્છા વધારવાની સારી ક્ષમતા હોય છે.
Read Also
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા
- વૈશ્વિક સ્તરે હાલમાં સર્જાયેલી નાણાંકીય અસ્થિરતાના ભારત પર મોટા પરિણામો જોવા નહીં મળે : RBI
- ચેતી જજો! રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો! અમદાવાદ શહેરના નદી પારના વિસ્તારોમાં કેસોમાં ચિંતાજનક વધારો
- રૂપિયા સામે પાઉન્ડ તથા યુરોના ભાવ ઉંચકાયા : ડોલરમાં બેતરફી વધઘટ
- જાણો આજનુ તા.22-3-2023, બુધવારનું પંચાંગ