ભલે મોડુ પણ આખરે સમજાણું ખરૂ, એરટેલનાં ગ્રાહકો ઘટી જતા જુનો પ્લાન ફરી શરૂ કર્યો

એરટેલે તેના 100 રૂપિપિયા અને 500 રૂપિયાવાળા ટોકટાઈમ રિચાર્જને ફરી લાગુ કરી દીધો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં એરટેલે આ ટોકટાઈમ રિચાર્જની જગ્યાએ 35 રૂપિયાનો નાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો હતો. ગ્રાહકોને મિનિમન રિચાર્જ ચૂકવવાનો વારો આવવાના કારણે એરટેલને ઘણું નુકસાન થયું છે. સબસ્ક્રાઈબર્સોને દર મહિને 35 રૂપિયાનું રિચાર્જ કરવાનું પસંદ ન આવ્યું અને તેમણે એરટેલ સાથેનું જોડાણ રદ કરવાનું વિચાર્યું. મોટી સંખ્યામાં ગ્રાહકો અલગ થતાં એરટેલને મોટો ઝાટકો લાગ્યો છે.

હવે એરટેલને એ સમજાઈ ગયું કે, ગ્રાહકોને સાથે રાખવા માટે તેમની પસંદગીના રિચાર્જ પ્લાન આપવાનો જ એક સારો વિકલ્પ છે, તેથી એરટેલે તેના 100 રૂપિયા અ 500 રૂપિયાવાળા ટોકટાઈમ રિચાર્જ પ્લાનને ફરી લોન્ચ કર્યો છે. એરટેલ દ્વારા ઉપલબ્ધ થનારા આ ટોકટાઈમ રિચાર્જ પ્લાનમાં આ બંને પ્લાનને લેનારા સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા સૌથી વધારે છે. એરટેલને આશા છે કે, આ પ્લાન ફરી જાહેર કરાતા સબસ્ક્રાઈબર્સ ફરી એરટેલથી આકર્ષિત થશે. એરટેલે તેના આ બંને પ્લાનને My Airtel એપ પર ઉપલબ્ધ કરી દીધું છે.

એરટેલના 100 રૂપિયાવાળા રિચાર્જમાં યૂઝર્સને 81.75નો ટોકટાઈમ આપવામાં આવી રહ્યો છે. જ્યારે 500 રૂપિયાવાળા રિચાર્જમાં યૂઝર્સને 420.73 રૂપિયાનો ટોકટાઈમ મળી રહ્યો છે. બંને પ્લાનની વેલિડિટિ 28 દિવસની છે. તમને જણાવી દઈએ કે, આ બંને પ્લાનમાં કોઈપણ પ્રકારની ડેટા અને ફ્રી SMS સેવા અપાઈ રહી નથી. આ ઉપરાંત એરટેલે હાલમાં જ તેના કેટલાક લોંગ ટર્મવાળા વેલિટીડીવાળા પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ લોન્ગ ટર્મ પ્લાનમાં 1,699 રૂપિયા, 998 રૂપિયા અને 597 રૂપિયાનો પ્લાન પણ સામેલ છે.

1,699 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 365 દિવસની વેલિડિટિની સાથે દૈનિક 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહી છે. તો 998 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિટીડી અ 12 GB હાઈસ્પીડ ડેટા અપાય છે. જ્યારે 597 રૂપિયાવાળા પ્લાનમાં 168 દિવસની વેલિટીડી, અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 6GB ડેટા અપાઈ રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter