GSTV

આર્થિક તંગીમાં મકાન વેંચતા પહેલાં ટેક્સનું અને રોકાણનું આ ગણીત સમજી લેજો નહીંતર આવક વેરા વિભાગની નોટિસ આવશે

રોગચાળામાં ધંધો નોકરી ન રહેતાં ઘણા લોકો પૈસા માટે રહેણાંક મિલકતો વેચી રહ્યાં છે. મિલકતોના વેચાણમાંથી મળતા નાણાં પર કેટલોક કર છે. આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે.  ઘર વેચવાથી થતા નફા પર બે રીતે કરની ગણતરી કરવામાં આવે છે. બે વર્ષ રાખ્યા પછી મકાન વેચ્યું છે, તો તે લાંબા ગાળાની મૂડી લાભ તરીકે ગણવામાં આવશે.

કરની ગણતરી સ્લેબ પ્રમાણે

પરંતુ, જો 24 મહિના પહેલાં મકાન વેચી દીધું છે, તો તે ટૂંકા ગાળાની મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આના પર ટેક્સ બચાવવાનો કોઈ રસ્તો નથી, કેમ કે તે વધારાની આવક તરીકે ગણવામાં આવે છે. કરની ગણતરી સ્લેબ પ્રમાણે કરવામાં આવે છે. અંતિમ કર જવાબદારી તમામ પ્રકારના રોકાણો પછી બનાવવામાં આવે છે, તો પછી જીવન વીમા, મેડિકલેમ, પીપીએફ વગેરેમાં લાંબા ગાળાના મૂડી લાભની રકમનું રોકાણ કરી શકાય છે.

આ રીતે થશે ટેક્સમાં મળશે લાભ

બીજુ મકાન ખરીદવા માટે આવકવેરાની કલમ 54 હેઠળ લાભની રકમ લાગુ કરીને પણ કરની બચત થઈ શકે છે. આ છૂટ વેચવાના બે વર્ષમાં મળે છે. મકાન વેચવાના એક વર્ષ પહેલા બીજું મકાન ખરીદ્યું હોય, તો તેને છૂટ મળશે. આ રકમ બે કરોડથી વધુ ન હોવી જોઈએ.

આ રીતે થશે ટેક્સમાં બચત

વેચાણથી ત્રણ વર્ષમાં નવું મકાન બનાવો તો, તેના ખર્ચમાં લાંબા ગાળાના મૂડી લાભોનો સમાવેશ કરીને ટેક્સ બચાવી શકાય છે. કબજો ત્રણ વર્ષમાં મળવો જોઈએ. નવી ખરીદેલી મિલકત ત્રણ વર્ષ સુધી વેચી શકાતી નથી, નહીંતર મેળવેલી છૂટ આવકમાં ઉમેરવામાં આવશે. વેચાણથી 6 મહિનાની અંદર નિયત સરકારી બોન્ડમાં રોકાણ કર પણ બચાવી શકાય છે.

MUST READ:

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!