GSTV

મોટો વિવાદ/ કઈ સરકારમાં ગુજરાતમાં મુસ્લિમ વિરુદ્ધ હિંસા થઈ, ધોરણ 12ના પેપરમાં પ્રશ્ન પૂછાતા CBSEએ ગણાવ્યો અયોગ્ય પ્રશ્ન

CBSE

Last Updated on December 2, 2021 by Pravin Makwana

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ગ 12 ની ટર્મ-1 બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્ન માટે માફી માંગી છે અને તેને “અયોગ્ય” ગણાવીને “જવાબદાર વ્યક્તિઓ” વિરુદ્ધ કાર્યવાહી કરવાની હાકલ કરી છે. વાસ્તવમાં બોર્ડની પરીક્ષાના સમાજશાસ્ત્રના પેપરમાં 2002ના ગુજરાત રમખાણોના પ્રશ્ને વિવાદ સર્જ્યો છે. પ્રશ્ન એ હતો કે- “વર્ષ 2002માં ગુજરાતમાં મુસ્લિમો સામે મોટાપાયે હિંસા કઈ સરકારે કરી હતી?” આ માટે વિકલ્પો આપવામાં આવ્યા હતા – કોંગ્રેસ, ભાજપ ડેમોક્રેટિક અને રિપબ્લિકન.

પરીક્ષાના થોડા કલાકો પછી, CBSE એ આ પ્રશ્ન પૂછવા બદલ માફી માંગી હતી. CBSE એ ટ્વિટર પર એક નિવેદનમાં લખ્યું, “આજની ધોરણ 12 ની સમાજશાસ્ત્ર ટર્મ 1 ની પરીક્ષામાં એક અયોગ્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે પ્રશ્નપત્ર સેટ કરવા માટે બાહ્ય વિષય નિષ્ણાતો માટે CBSE માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. CBSEએ આ ભૂલ સ્વીકારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય એક ટ્વિટમાં, CBSEએ કહ્યું, “પેપર સેટર્સ માટે CBSE માર્ગદર્શિકા સ્પષ્ટ છે કે, તેઓએ ખાતરી કરવી પડશે કે પ્રશ્નો ફક્ત શૈક્ષણિક હોવા જોઈએ અને વર્ગ, ધર્મ વિશે તટસ્થ હોવા જોઈએ. તેઓએ એવા પાસાઓને સ્પર્શ ન કરવો જોઈએ. જે સામાજિક અને રાજકીય પસંદગીઓના આધારે લોકોની ભાવનાઓને નુકસાન પહોંચાડી શકે.”

હકીકતમાં, ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર હતી અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, સાબરમતી એક્સપ્રેસના કોચ એસ6ને ગોધરામાં સળગાવી દેવામાં આવ્યો હતો. અયોધ્યા જતા કાર સેવકો ટ્રેનના આ ડબ્બામાં હતા. આ આગજનીમાં 59 લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ ગુજરાતમાં ઘણી જગ્યાએ રમખાણો શરૂ થયા હતા અને આ રમખાણોમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા.

CBSE પરીક્ષા માટે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં વિષય નિષ્ણાતોની બે પેનલ છે – પેપર સેટર અને મોડરેટર. નિષ્ણાતોની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. પેપર સેટર પણ જાણતા નથી કે, તેમના પસંદ કરેલા પ્રશ્ન પ્રશ્નપત્રમાં ઉપયોગમાં લેવાશે. બધા પ્રશ્નો વિષયના અભ્યાસક્રમ, સંબંધિત પુસ્તકોમાં પૂછવામાં આવ્યા છે, તેની ખાતરી કરવા માટે મધ્યસ્થીઓ દ્વારા પ્રશ્નપત્રની સમીક્ષા કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ભારે કરી / અરેરે ! ખેડૂતો, મજૂરો અને માઇન્સ સંચાલકોની છીનવાઈ રોજીરોટી, કલેકટરને આવેદનપત્ર લખી માંગી મદદ

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!