GSTV
Home » News » મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ ગુજરાતીએ ભારતમાં પહેલું CCTV કેમેરા બનાવતું યુનિટ શરૂ કર્યુ

મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ ગુજરાતીએ ભારતમાં પહેલું CCTV કેમેરા બનાવતું યુનિટ શરૂ કર્યુ

મેક ઇન ઇન્ડિયા મિશનમાં એક ગુજરાતીએ ભારતની સૌપ્રથમ સીસીટીવી કેમેરા બનાવતું યુનિટ શરૂ કર્યું છે. અત્યારે આપણે જે સીસીટીવી કેમેરા વાપરીએ છીએ તે તમામ આયાતી છે પરંતુ હવે સીસીટીવી કેમેરા ભારતમાં જ બનશે.

મુંબઈના વસઈ હાઇવે પર આવેલી પ્રામા હિકવિઝન નામની કંપની સીસીટીવી કેમેરા અને વિડીયો સર્વેલન્સના સાધનો બનાવતી કંપની છે. ભારત સરકારની મેક ઇન ઇન્ડિયાની પહેલને સાકાર કરવા પ્રામા હિકવિઝન કંપની દ્વારા વિડીયો સર્વેલન્સના સાધનો બનાવાઈ રહ્યા છે. એક જમાનો હતો જયારે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના સાધનો માટે ભારતને અન્ય દેશો ઉપર નિર્ભર રેહવું પડતું હતું પરંતુ પ્રામા હિકવિઝન જેવી કંપની ભારતમાં સ્થપાતા આગામી વર્ષોમાં ભારત પાસે પણ વિડીયો સર્વેલન્સની અત્યાધુનિક ટેકનોલોજી હોમમેઈડ હશે.

સિક્યોરિટી સિસ્ટમમાં ભારતે અત્યાર સુધી આયાતી સાધનો પર મદાર રાખવો પડે છે. પણ સીસીટીવી કેમેરાના ઉત્પાદન સાથે આ દિશામાં આત્મનિર્ભર થવાની શરૂઆત થઇ ગઇ છે. કંપની 500 કરોડના રોકાણ સાથે આગળ વધી રહી છે. ત્યારે દેશમાં સુરક્ષાના મુદ્દાને લઇને હંમેશા ચિંતા રહે છે તેને હળવી કરવા આ ગુજરાતી બિઝનેસમેનની કંપનીનું મહત્ત્વનું યોગદાન રહેશે. પ્રામા હિક વિઝન કંપની દર સેકન્ડે એક કેમેરો બનાવશે તેમજ તેની સાઉથ એશિયામાં પણ નિકાસ થશે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!