GSTV
Business India News ટોપ સ્ટોરી

GSP હેઠળ અમેરિકાએ ભારતને ફટકો આપવાની કોશિશ કરી પણ અર્થશાસ્ત્રીઓ કહે છે આવું

modi-donaldtrump

અમેરિકા દ્વારા GSP પ્રોગ્રામ અંતર્ગત ભારતને મળનારી છૂટછાટો બંધ થયા બાદ ભારતને નિશ્ચિતપણે આર્થિક ફટકો પડશે. કેમકે GSP અંતર્ગત કેમિકલ્સ અને એન્જિનિયરીંગ જેવા સેક્ટરની અંદાજે 1900 ભારતીય પ્રોડક્ટસને અમેરિકન માર્કેટમાં ડ્યુટી ફ્રીનો લાભ મળતો હતો. ત્યારે અમેરિકાના આ નિર્ણયની ભારત પર કેવી અને કેટલી અસરો થશે. જાણો

અમેરિકા દ્વારા વિકાસશીલ દેશોના માલસામાનની આયાત પર જીએસપી અંતર્ગત વિશેષ છૂટછાટો અપાય છે. વર્ષ 2007માં તમામ વિકાસશીલ દેશો પૈકી ભારત એકમાત્ર એવો દેશ હતો કે જેને જીએસપી હેઠળ સૌથી વધુ લાભ મળ્યો હતો. અમેરિકાએ ભારતથી અંદાજે 5.6 બિલિયન ડોલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયાની આયાત કોઇ પણ પ્રકારના ટેક્સ વગર કરી હતી.

વર્તમાન સમયમાં જીએસપી અંતર્ગત અમેરિકન બજારમાં કેમિકલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરની અંદાજે 1900 ભારતીય ચીજવસ્તુઓ પર કોઇ ડ્યુટી લેવામાં આવતી નથી. અમેરિકા દ્વારા જીએસપી અંતર્ગત મળનારી છૂટછાટ બંધ થવાથી ભારતને આર્થિક ફટકો ચોક્કસ પડશે. જો કે ભારતના વાણિજ્ય સચિવ અનૂપ વાધવાનનું માનવું છેકે અમેરિકાના નિર્ણયથી ભારતને કોઇ ખાસ નુકસાન નહીં થાય.

વાધવાને કહ્યું કે જીએસપી હેઠળ કોઇ ખાસ ફાયદો ભારતને થતો નહોતો. ભારત જીએસપી અંતર્ગત અંદાજે 40 હજાર કરોડનો માલસામાન અમેરિકાને નિકાસ કરે છે. પરિણામે ભારતને વાર્ષિક 1 હજાર 345 કરોડ રૂપિયાનો ટેક્સનો ફાયદો થતો હતો.

ભારતે વર્ષ 2017-18માં અમેરિકાને 48 અબજ ડોલર એટલે કે 3 લાખ 39 હજાર 811 કરોડની કિંમતની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. જે પૈકી ફક્ત 40 હજાર કરોડની નિકાસ જ જીએસપી પ્રોગ્રામ હેઠળ થઇ. આ આંકડાઓ પરથી ખ્યાલ આવી શકે છે કે ભારતને બહુ વધુ નુકસાન નહીં થાય. મહત્વનું છે કે ભારત અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ ધરાવતો 11મો સૌથી મોટો દેશ છે. મતલબ કે ભારત અમેરિકાથી જેટલી આયાત કરે છે તેનાથી વધુ ત્યાં નિકાસ કરે છે. વર્ષ 2017-18માં ભારતનો અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ 21 અબજ ડોલર એટલે કે 1 લાખ 48 હજાર 667 કરોડ રૂપિયા હતો.

ખરેખર તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને વેપારમાં થતી ખોટને ઓછી કરવા આ પ્રકારના આક્રમક પગલાં લઇ રહ્યા છે. ચીન સાથે તો અમેરિકાએ ક્યારની ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. બીજી તરફ ભારતે ઇ-કોમર્સ બિઝનેસમાં એફડીઆઇ પોલીસીમાં ફેરફાર કરતા અમેરિકાની અમેઝોન અને વોલમાર્ટ જેવી કંપનીઓને બહુ મોટો ફટકો પડ્યો છે. જેના કારણે ટ્રમ્પે ભારત સાથેની જીએસપી ડીલ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV