GSTV

મોદી ભલે વાહવાહી કરે પણ આ આંકડાઓએ ખોલી પોલ, અર્થતંત્રની હાલત કંગાળ

મોદી

સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા બતાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે મંદીમાં આવી ગઈ છે. જોકે જૂન ક્વાર્ટરની તુલનાએ રિકવરી જોના મળી છે, પરંતુ આ હોવા છતાં સરકાર માટે પડકાર બાકી છે.લેટેસ્ટ આંકડા બતાવે છે કે નાણાકીય વર્ષ 2020-21નાં બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ નેગેટીવમાં 7.5% રહી હતી. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. સતત બે ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથને તકનીકી દ્રષ્ટીએ મંદી માનવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે સરકારે મંદીને સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે નાણાકીય વર્ષ 2020-21નાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા અનલોક તબક્કામાંથી પસાર થઈ રહી હતી. આનો અર્થ એ છે કે સખત લોકડાઉન પછી અર્થતંત્ર ધીરે ધીરે અર્થતંત્ર ખુલી રહ્યું હતું.

રાજકોષિય ખાધમાં પણ વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબરના અંત સુધીમાં, કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ વધીને રૂ. 9.53 લાખ કરોડ થઈ ગઈ છે, જે વાર્ષિક બજેટના અંદાજના આશરે 120 ટકા છે. અર્થતંત્ર માટે આ સારા સંકેતો નથી. મુખ્યત્વે મહેસૂલ સંગ્રહને ઓછી રાખવાનાં કારણે નુકસાન વધ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં, 2020-21 માટે રાજકોષિય ખાધ રૂ. 7.96 લાખ કરોડ અથવા જીડીપીના 3.5 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

અર્થતંત્ર

બેરોજગારી દરના આંકડા

તાજા આંકડા અનુસાર 22 નવેમ્બરનાં રોજ પૂરા થતાં સપ્તાહમાં દેશનો બેરોજગારીનો દર વધીને 7.8 ટકા થયો છે. તો, 25 ઓક્ટોબર પછી સતત ચોથા અઠવાડિયામાં એમ્પ્લોયમેન્ટ રેટ નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઓક્ટોબરમાં દેશમાં બેરોજગારીનો દર વધીને 6.98 ટકા હતો જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 6.67 ટકા હતો.

Read Also

Related posts

ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ

Pritesh Mehta

VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત

Pravin Makwana

પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!