GSTV

અંડર 19 વર્લ્ડકપ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે યોજાશે ફાઈનલ મેચ, થશે કાંટાની ટક્કર

Last Updated on February 9, 2020 by pratik shah

અંડર-19 વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં ભારતનો ખિતાબી મુકાબલો આજે રવિવારે બાંગ્લાદેશ સાથે થશે. જ્યાં બાંગ્લાદેશની ટીમ પહેલીવાર વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યા બાદ ટ્રોફી જીતવા માંગશે જ્યારે ભારત પાંચમીવાર આ ખિતાબ પોતાના નામે કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

ભારતની 2018ની વિજેતા ટીમમાં પૃથ્વી શો અને શુભમાન ગિલ હતા જે સીનિયર ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં તો હાલની ટીમમાં યશશ્વી જયસ્વાલ, સ્પિનર રવિ બિશ્નોઈ અને ઝડપી બોલર કાર્તિક ત્યાગી છે. જે આ ટૂર્નામેન્ટમાં સ્ટાર પ્લેયર બનીને ઉભર્યા છે.


સેમીફાઈનલમાં પાકિસ્તાનને દસ વિકેટથી હરાવનારી ભારતીય ટીમ 2000 બાદ સાતમી ફાઈનલ રમશે. ભારતે અંડર-19 ટીમાના ફિલ્ડિંગ કોચ અભય શર્માએ કહ્યું કે, ટીમની સફળતાનું સૌથી મોટું કારણ છે કે અમે એક ક્રિકેટરને એક જ વર્લ્ડકપ રમવા દઈએ છીએ. બીજી ટીમમાં એવા ક્રિકેટર છે જે ગત વર્લ્ડકપ પણ રમેલા છે. બાંગ્લાદેશ ખુબ સારી ટીમ છે. અમે તેને હળવાશથી નહી લઈશું.

ભારતીય ટીમે વર્લ્ડકપ પહેલા દુનિયાભરમાં 30 મેચ રમી છે. દક્ષિણ આફ્રિકાની સ્થિતીમાં ઢળવા માટે શ્રીલંકા અને યજમાન વિરુદ્ધ ત્રિકોણિય શ્રેણી પણ રમી. જ્યારે વાત કરીએ જો વર્લ્ડકપ બાદ સીનિયર ટીમમાં જગ્યાની તો અંડર-19 લેવલ  પર સફળતા સીનિયર ટીમમાં સફળતાની ગેરંટી નથી હોતી કારણ કે દરેક ખેલાડી જૂનિયરથી સીનિયર લેવલના ફેરફારમાં લય જાળવી નથી શકતા.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!