GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કાકા VS ભત્રીજો : ઉત્તર પ્રદેશની ફિરોઝાબાદ સીટ બની યાદવ પરિવાર માટે હાઈ વોલ્ટેજ ડ્રામા

firozabad congress candidate 2019

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઉત્તર પ્રદેશની લોકસભા સીટો પર અને રાજનીતિ પર દેશના દરેક વ્યક્તિની નજર છે. પણ ઉત્તર પ્રદેશના લોકોને સૌથી વધારે રાહ છે ઉમેદવારોના લિસ્ટની. 7 માર્ચે કોંગ્રેસે પોતાની પહેલી લિસ્ટ જાહેર કરી. 8 માર્ચે સમાજવાદી પાર્ટીએ પોતાની લિસ્ટ જાહેર કરી. જેમાં 6 ઉમેદવારોનું નામ છે. જેમાં સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નામ પણ સામેલ છે. આ 6 નેતાઓ પર નજર કરવામાં આવે તો

સીટઉમેદવાર
મૈનપુરીમુલાયમ સિંહ યાદવ
બદાયૂંધર્મેન્દ્ર યાદવ
ફિરોઝાબાદઅક્ષય યાદવ
ઈટાવાકમલેશ કઠેરિયા
બહરાઈચશબ્બીર વાલ્મીકી
રોબર્ટસગંઝભાઈલાલ કોલ

આ લિસ્ટ અખિલેશ યાદવ અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવ તરફથી જાહેર કરવામાં આવી છે. મુલાયમ સિંહ કઈ સીટ પરથી લડશે તેના પર સૌની નજર હતી ત્યારે એ પણ ફાઈનલ થઈ ગયું છે કે મુલાયમ સિંહ આઝમગઢની જગ્યાએ મૈનપુરીથી લડશે. જેમાં સૌથી વધારે ધમાકેદાર ઘોષણા છે ફિરોઝાબાદની જ્યાંથી લડવાની ઘોષણા અખિલેશના રિસાયેલા કાકા શિવપાલ યાદવ કરી ચૂક્યા છે.

માની લો કે તેમનો મુકાબલો પોતાના ભત્રીજા અક્ષય યાદવ સાથે નક્કી છે. અક્ષય રામ ગોપાલ યાદવનો દિકરો છે. 2014માં ફિરોઝાબાદમાં જીતીને પહેલીવાર સાંસદ બન્યો હતો. લિસ્ટમાં સપા પરિવારના ત્રણ લોકોના નામ છે. પણ હજુ સુધી એ નક્કી નથી થયું કે અખિલેશ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. સૌથી મોટી વાત કે ડિમ્પલ યાદવ ચૂંટણી મેદાનમાં ફરી દેખાશે કે નહીં.

READ ALSO

Related posts

ચીન બાદ હોંગકોંગનો વારો, અમેરિકાએ આપેલા વિશેષ અધિકાર પરત લઇ લેશે ટ્રમ્પ

Bansari

બધાના કોરોના ટેસ્ટ શક્ય નથી: મુંબઈ અને અમદાવાદના કેટલાક હોટસ્પોટ્સમાં પથારીની અછત, ICMRએ હાથ અદ્ધર કર્યા

Dilip Patel

કાશ્મીરમાં સુરક્ષાદળને મળી વધુ એક સફળતા, અથડામણમાં બે આતંકીઓ ઠાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!