GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

6 વર્ષની છોકરીને દાખલો ન આવડતા ક્રૂર શિક્ષક લાફા મારવા લાગ્યો અને પછી ઢીંકાનો વરસાદ વરસાવ્યો

સિહોર તાલુકાના થોરાળી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષકે માર મારતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર અર્થે સિહોર હોસ્પિટલ ખસેડાયા બાદ શિક્ષક સામે ફરિયાદ નોંધાવા પામી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના થોરાળી ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતા ભાવેશભાઈ વેલજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)એ સિહોર પોલીસ મથકમાં થોરાળી પ્રાથમિક શાળાના શિક્ષક ઘનશ્યામ જાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થિનીને શિક્ષકે માર મારતા ચકચાર મચી જવા પામી

થોરાળી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી તેણીની છ વર્ષીય પુત્રી કેયુરી શાળાએ ગઈ હતી તે વેળાએ ઉક્ત વર્ગશિક્ષકે તેની દિકરીને દાખલો ન આવડતા ગાલ પર લાફા મારી અને પીઠના ભાગે ધબ્બા મારી ઈજા પહોંચાડી હતી. શિક્ષકે વિદ્યાર્થીનીને માર મારતા સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ઉક્ત બનાવને લઈ ચકચાર છવાઈ હતી. ફરિયાદ અનુસંધાને સિહોર પોલીસે સિક્ષક સામે આઈપીસી ૩૨૩, જુવેનાઈલ્સ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એક્ટ ૨૦૧૫ની કલમ ૭૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!