GSTV
Home » News » બેન્કનું દેવું ન ચૂકવી શકતાં મા-દિકરીએ શરીરે છાંટ્યું કેરોસીન, મકાન બનાવવા લીધેલી લોને જીવ લીધો

બેન્કનું દેવું ન ચૂકવી શકતાં મા-દિકરીએ શરીરે છાંટ્યું કેરોસીન, મકાન બનાવવા લીધેલી લોને જીવ લીધો

બેન્કની સાત લાખ રૂપિયાની લોન ભરપાઇ ન થતા તેમજ લોન મામલે જ પોતાનાં ઘરની હરરાજી થશે તેવા ડરથી તિરૂવનંતપુરમમાં માતા-પુત્રીએ અગ્નિસ્નાન કર્યાની ઘટના સામે આવી છે.  આ ઘટનામાં બન્ને માતા-પુત્રીનું નિધન થયું છે. સમગ્ર ઘટના તિરૂવનંતપુરમનાં નેયાટિનકારની છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 19 વર્ષીય યુવતિ વૈષ્ણવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું  હતું. તેમજ તેની 42 વર્ષીય માતા લેખા 90 ટકા કરતા વધુ સળગી ગઇ હતી.જેને સારવાર માટે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

 પોલીસનું કહેવું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે વૈષ્ણવીનાં પિતા ચંદ્રન ઘર પર નહોતા.ચંદ્રનનો આરોપ છે કે બેન્ક અધિકારી  લોનની ચુકવણી બાબતે તેમની ઉપર દબાણ લાવી રહ્યા હતાં.

જો કે આ મામલે કેનરા બેન્કનું કહેવું છે કે તેમણે પરિવારને કોઇ ધમકી નથી આપી અને કોઇ પણ પ્રકારનું દબાણ ઉભુ કર્યુ નથી.

સમગ્ર ઘટના અંગે માલુમ થતા સ્થાનિક નિવાસીઓએ કેનેરા બેન્કની સ્થાનિક શાખા બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમજ મૃતક માતા-પુત્રીનાં ઘર સામે જ રસ્તા ર ચક્કાજામ કર્યુ હતું. તેમણે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

તેમજ આ મામલે કેરળનાં નાણાં મંત્રી થોમસ આઇજૈકે કહ્યું છે કે સમગ્ર કેસની તપાસ કરવામા આવશે.

મળતી માહિતી પ્રમાણે કર્જમાથી મુક્તિ મેળવવા માટે માતા-પુત્રીએ મકાન વેચવાનાં પ્રયત્નો કર્યો હતાં. પરંતુછેલ્લા સમયે ખરીદદારો પાછળ હટી ગયા હતાં. તેવામાં બેન્ક દ્વારા આપવામાં આવેલી સમયસીમાં પુર્ણ થઇ જતા મા-દિકરીએ આત્મ હત્યાનું ખતરનાક પગલું ભર્યુ હતું. શરીરે કેરોસીન છાંટીને માતા-પુત્રીએ અગ્નિસ્નાન કર્યુ હતું.

મૃતક મહિલા લેખાનાં પતિ અને મકાન માલિક ચંદ્રનની નોકરી થોડા સમય પહેલા જ છુટી ગઇ હતી. તે ખાડી દેશોમાં કારપેન્ટર તરીકે કામ કરતા હતાં. ચંદ્રનનું કહેવું છે કે,બેન્ક દ્વારા અપાયેલો સમય પુર્ણ થઇ જતા તેની પત્ની અને દિકરીની હિંમત તૂટી ગઇ હતી. તેમણે વર્ષ 2003માં મકાન બનાવવા માટે બેન્ક પાસેથી લોન લીધી હતી.

અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપિયાની ભરપાઇ કરી હતી. પરંતુ આર્થિક સંકડામણનાં કારણે તેઓ લોન પુરી કરી શક્યા નહોતા. બેન્ક અમારી પાસેથી 6.80 લાખની વધુ માગ કરતું હતું.  બેન્કની લોન ચુકવવા માટે અમે બેન્ક પાસેથી વધુ સમય માગ્યો હતો. તેમ છતાં બેન્ક અધિકારીઓ સતત મારી પત્નીને ફોન કરીને હેરાન કરતા હતાં. તેમનું કહેવું છે કે કાં તો લન ભરો અથવા તમારી સંપત્તિની હરરાજી માટે તૈયાર રહો.

READ ALSO

Related posts

કિશોરીઓને ફોસલાવીને ઑનલાઇન કરાવ્યું ગંદુ કામ, સામે આવ્યા 22 હજાર અશ્લીલ વીડિયો

Bansari

આગામી 24 કલાક વિક્રમ લેન્ડર માટે મહત્વપૂર્ણ, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2 માટે કરે છે આ કાર્ય

Riyaz Parmar

નવેમ્બરમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે ખાનગી ટ્રેન, 2 કલાક વહેલા પહોંચશો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!