GSTV
Home » News » ઉનાના સૈયદ રાજપરા ગામે પીવાના પાણી માટેની પોકાર

ઉનાના સૈયદ રાજપરા ગામે પીવાના પાણી માટેની પોકાર

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. જો કે આજે અહીં પરિસ્થિતી અલગ છે. આજે અહીં લોકોને પાણી માટે ટળવળવુ પડી રહ્યું છે.

આ છે ઉના તાલુકાનું સૈયદ રાજપરા ગામ. આ એજ ગામ છે જ્યારે ઉનામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ત્યારે ભારે વરસાદી પાણી ભરવાના કારણે સંપર્ક વિહોણું બની ગયું હતું. પરંતુ આજે અહીં સ્થિતી કંઇક અલગ છે. એક સમયે અહીં પાણીની રેલમછેલ હતી. ત્યાં આજે હવે પીવાના પાણી માટેની પોકાર ઉઠી છે.

અહીં લોકોને પીવાના પાણી માટે પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. પીવાની પાઇપલાઇન હોવા છતા ગ્રામપંચાયતના પાપે લોકોને આ હાલાકી ભોગવવી પડતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ગામ લોકોના આક્ષેપ મુજબ પાઇપલાઇનમાં ભંગાણ થયું છે પરંતુ તેને રિપેર કરાતું નથી જેના કારણે લોકોને છતે પાણીએ આવી રીતે વેચાતુ પાણી લેવું પડી રહ્યુ છે.

લોકોનો આક્ષેપ છે કે ગામનો સરપંચ લોકોને ઉડાઉ જવાબ આપે છે. ત્યારે હાલ તો એવી સ્થિતી છે કે ભરચોમાસે સૈયદ રાજપરા ગામના આ લોકોને પાણી માટે આવી રીતે ટળવળવું પડી રહ્યુ છે

 

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!