GSTV

BIG BREAKING : ઉનાના નવાબંદરની 13થી 15 બોટ પાણીમાં ગરકાવ, અંદાજે 10થી વધુ માછીમારો લાપતા

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. જેમાં આશરે 10થી 15 માછીમારો પણ લાપતા થયાની વિગતો સામે આવી રહી હતી. પરંતુ તેમાં વધુ એક નવા અપડેટ સામે આવી રહ્યાં છે.

રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન

મહત્વનું છે કે, ગીર સોમનાથ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદના અમી છાંટણા થયા છે. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના પણ અપાઇ હતી. હાલમાં આ દુર્ઘટનાને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. કારણ કે NAVY ના હેલિકોપ્ટરથી તેમજ પ્લેન દ્વારા સતત દરિયામાં દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં 4 ખલાસીનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ 8 માછીમારો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાત્રિ દરમ્યાન એકાએક આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 15 જેટલી બોટો ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ અનેક માછીમારો ગાયબ થયાનું સામે આવ્યું હતું.

This image has an empty alt attribute; its file name is nava-bandar-gujarat-1024x683.jpg

મહત્વનું છે કે, દરિયામાં હજુ પણ કરન્ટ જોવા મળી રહ્યો છે. ખરાબ હવામાન અને ભારે પવનના કારણે સમુદ્રમાં હેલી હોવાથી નાની બોટ એકબીજા સાથે ટકરાઈ હતી.

READ ALSO :

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!