રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાતનાં ઊના જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારે શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ઊના સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉના અને દીવને પાણી પૂરું પાડતો રાવલ ડેમ 80 ટકા ભરાયો છે. 60 ટકા ડેમ પહેલાં વરસાદમાં ભરાયો હતો.
ઉના અને દીવને પાણી પૂરું પાડતો રાવલ ડેમ 80 ટકા ભરાયો
ત્યારે ડેમમાં વધુ 20 ટકા પાણીની આવક થઈ છે. જેથી ડેમ કાંઠે આવેલા 10થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
READ ALSO
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ