GSTV

જાત મહેનત ઝિંદાબાદ: તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી પણ ન હલાવી શક્યું તો ઉના-ગીરગઢડાની જનતાની હિંમત

Last Updated on July 1, 2021 by Pritesh Mehta

ઉના તાલુકાનાં કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ જાત મહેનત જીંદાબાદનું સુત્ર અપનાવ્યું. તાઉતે વાવાઝોડાને એક મહિનો વિત્યા બાદ પણ ઉના અને ગીરગઢડામાં ખેતીવાડીની વીજળી શરૂ ન થતા ખેડૂતોએ હવે જાતે વીજળીનાં પોલ ઉભા કરવાની શરૂઆત કરી. વીજપોલ ઉભા થયા બાદ પીજીવીસીએલ દ્વારા વાયરો બાંધી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તો વાડી વિસ્તારમાં વસતા લોકો માટે પીવાનું પાણી અને પશુઓ માટેનો ચારાની યોગ્ય વ્યવસ્થા થઈ શકે.

ઉના

ઉના તાલુકાના ઉમેજના ગામમાં ખેડૂતોના હાથમાં પાવડો અને ખપાળીને બદલે વિજપોલ જોવા મળી રહ્યા છે.  જે ટ્રેકટર પાછળ હળ જોડીને ખેતર ખેડાઈ રહ્યું હોય તે ટ્રેકટર પાછળ વિજ પોલ બાંધેલા જોવા મળી રહ્યાં છે.  તાઉતે વાવાઝોડાને કારણે આ વિસ્તારના સંખ્યા બંધ વિજપોલ પડી ચુક્યા હતા. જેને કારણે આ ગામના વાડી વિસ્તારમાં હજુ વીજળી આવી નથી. કારણ પીજીવીસીએલનાં કર્મચારીઓ રાત દિવસ એક કરી સમગ્ર ઉના-ગિર ગઢડા વિસ્તારમાં કુલ 15 હજાર જેટલા વિજપોલ પડી ચુક્યા હતા.  

તંત્ર રાત દિવસ એક કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા કામે લાગ્યું છે. જેને કારણે ઉના-ગીરગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળી આવી ગઈ. પરંતુ માનવ શક્તિની મર્યાદાને કારણે હજુ કેટલાક ગામોનાં વાડી વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં સમય લાગી રહ્યો છે. બીજી તરફ વાડી વિસ્તારમાં વીજળી ન હોવાને કારણે પશુઓને પાણી કુવામાંથી સીંચી અને પાવું પડે છે.  તો પશુઓનાં ચારામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે.

ચારો પાણીના અભાવે સુકાઈ રહ્યો છે.  તો વાડી વિસ્તારમાં વસતા લોકોને પીવાના પાણીની પણ મુશકેલી સર્જાઈ છે.  આથી ઉમેજ ગામનાં ખેડૂતો એ આ મુશ્કેલી માંથી ઉગરવા માટે ‘જાત મહેનત જીંદાબાદ. સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. આ ગામના ખેડૂતો એ ખેડૂતોની જ 50-50 ની બે ટુકડીઓ બનાવી ને વિજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરી છે.

ઉના,ગિરગઢડા સહિતનાં વાડી વિસ્તારો માં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે હાલ પીજીવીસીએલ નું તંત્ર કામે લાગેલું છે. જો વધુ વરસાદ થઈ જાય તો વાડી વિસ્તારમાં કામગીરી કરવી મુશ્કેલ બને તેમ છે. આથી ચોમાસા પહેલા જ વાડી વિસ્તારની કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જ્યાં સુધી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યાં સુધીમાં જે તે ફીડરમાંથી વીજ પુરવઠો ટૂંકા ગાળામાં ચાલુ કરી દેવામાં આવશે.  જેથી બાકીની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવશે. સાથે જ સમગ્ર વાડી વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત થાય તે બાબતને અગ્રતા આપવામાં આવી રહી છે.

ઉનાનાં ઉમેજ ગામના ખેડુતોએ વીજળી માટે કમર કસીને હાથ ધરેલુ કાર્ય ઉત્સાહવર્ધક છે.  પરંતુ ખેડૂતો માટે મોટી સમસ્યા એ છે કે હવે વિજળીનાં પોલ પૂરતા મળતા નથી.  ઉમેજ ગામનાં મોટા ભાગના ખેડૂતો વાડી વિસ્તારોમાં વસવાટ કરે છે. જેથી પીવાના પાણી અને પશુનાં ચારાની મોટી સમસ્યા વીજળી ન મળવાનાં કારણે ઉભી થઇ છે.  ઉમેજ ગામનાં ખેડૂતો પોતે જ પોતાનાં ટ્રેકટર વડે જે તે જગ્યાએ વિજપોલ લઈ જઈ ખાડાઓ કરી પોલ ઉભા કરી રહ્યાં છે. અહીંના ખેડૂતો પીજીવીસીએલને પૂર્ણ રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે જો ખેડૂતોના સહયોગનો ઉપયોગ કરીને તંત્ર વીજ પોલને ઉભા કરવાની કામગીરી એટલા જ જુસ્સા સાથે કરે તો ચોક્કસપણે ફરી ગ્રામ્ય પંથક પ્રકાશિત થઇ શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari

IND vs NZ / ચાલુ મેચમાં સ્પાઈડર કેમ આવ્યો નીચે, વિરાટ કોહલી સહિત ખેલાડીઓએ કરી મસ્તી: જુઓ વીડિયો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!