હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં અમરેલી સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે વરસાદ પડ્યો. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને સુત્રાપાડા તાલુકામાં વરસાદ પડ્યો.

આજે ઉના શહેરમાં વાતાવરણ એકાએક પલટો આવતા વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણ પલટાતા અચાનક ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે ધોધમાર વરસાદની એન્ટ્રી થતાં નવરાત્રી આયોજકોમાં ચિંતા જોવા મળી, તો તૈયાર થયેલા પાક મગફળી, કપાસ, બાજરો, સોયાબીનને નુકશાનની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.

સુત્રાપાડા તાલુકામાં બે અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. સુત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ચાલુ થતા વરસાદને લઈને ખેડૂતોમાં મગફળીનો પાક કાઢવાની સીઝન ઉપર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદનું આગમન થતા ખેલૈયા પણ ચિંતામાં મુકાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો