GSTV

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Last Updated on September 28, 2021 by Zainul Ansari

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એટોનિયો ગુટેરસના પ્રવક્તાએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વાકયુદ્ધ હવે શાંત થઈ રહ્યો છે. અને જલ્દીથી બન્ને દેશો વચ્ચે વાતચીત શરૂ થશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 76માં સત્રમાં પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ અલાપ્યો હતો. આ મામલે ભારતે આકરો અને કરારો જવાબ આપ્યો હતો. બન્ને વચ્ચે થયેલી ટિપ્પણીઓથી દેશોમાં તણાવ વધ્યો હતો, ઉલ્લેખનીય છે કે ભારતે આ મામલે પાકિસ્તાનની સખ્ત નિંદા પણ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહાએ કડક શબ્દોમાં જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને ખુલ્લેઆમ સમર્થન કરે છે અને ભારતના અંગત મામલાઓમાં દખલગિરી માટે UNના મંચનો ખોટો ઉપયોગ કરે છે.

ઈમરાનખાન

બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં થશે વાર્તાલાપ

ગુટરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું કે અમે આ ટિપ્પણીઓ સાંભળી અને મને લાગે છે કે ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે વાર્તાલાપ શરૂ થઈ શખે છે. અપેક્ષા છે કે ચર્ચા ટૂંક સમયમાં થઈ શકે છે અને સંભવત: એવા સ્થળે થઈ શકે છે, જે ચર્ચામાં નથી રહેતુ. ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી તીવ્ર ચર્ચાને લઇ દુજારિકને પૂછવામાં આવ્યું હતું કે શું સંયુક્ત રાષ્ટ્ર વિસ્તારમાં શાંતિને લઇ ચિંતિત છે અને શું મહાસચિવની બંને દેશોના નેતાઓ સાથે વાત કરવાની યોજના બનાવી છે?

Read Also

Related posts

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!