GSTV
Home » News » કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

કાશ્મીરની સ્થિતિ અંગે યુએનના મહાસચિવને ભ્રમિત કરવા ગયેલા મહેમૂદ કુરૈશની બાઝી મોદીના કારણે ઉલટી પડી ગઈ

વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતોનિયો ગુતારેસ વચ્ચે રવિવારે મુલાકાત થઈ. આ મુલાકાતમાં બંને વચ્ચે પરસ્પર હિતના વિભિન્ન વિષયો પર સાર્થક ચર્ચા થઈ. ફ્રાંસના દક્ષિણ-પશ્ચિમમાં સમુદ્ર કિનારે બિઆરિત્ઝ શહેરમાં જી-7 શિખર સંમેલન અંતર્ગત મોદીએ ગુતારેસ સાથે મુલાકાત કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી વડાપ્રધાન મોદી અને યુએનના મહાસચિવ ગુતારેસ વચ્ચે ક્લાઈમેટ એકશન સમિટમાં ભારતની ભાગીદારી અને અન્ય મુદ્દે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોને લઈને યુએનના મહાસચિવે હાલમાં જ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી.

મોદી અને ગુતારેસ વચ્ચેની મુલાકાતના એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ યુએનના પ્રમુખ સાથે વાત કરી તેઓને જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ભ્રમિત કર્યા હતા.

READ ALSO

Related posts

મોદીના સૌથી વિશ્વાસપાત્ર મંત્રીનો દાવો : પીઓકે ટૂંક સમયમાં ભારતનું અભિન્ન અંગ બની જશે

Mayur

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધની શક્યતા : ઈરાને કહ્યું, ‘અમે ઘૂંટણીએ નહીં પડીએ’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!