સંયુક્ત રાષ્ટ્રના અનુસાર કોવિડ-19ના કારણે ગત વર્ષે 7.7 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે અને ઘણા વિકાસશીલ દેશો લોન પર ભારે વ્યાજને કારણે રોગચાળાની અસરમાંથી બહાર નથી આવી રહ્યા.સયુંકત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશન્સ અનુસાર 2019 માં 81.2 કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા હતા અને દરરોજ 1.90 ડોલર અથવા તેનાથી ઓછી કમાણી કરી રહ્યા હતા. તે જ સમયે 2021 સુધીમાં આવા લોકોની સંખ્યા વધીને 88.9 કરોડ થઈ ગઈ. યુએનના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ અને કોવિડ-19 મહામારી સ્થિતિને વધુ ખરાબ કરી રહી છે.
ચીનમાં કોરોનાનો તાંડવ
સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે. ચીનમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. કોવિડની ત્રીજી લહેર કાબૂ બહાર થઈ રહી છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા વહીવટીતંત્રે ઘણા રાજ્યોમાં કડક નિયંત્રણો લાદી દીધા છે. ઘણા રાજ્યોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, ત્યારબાદ પણ ચીનમાં દરરોજ કોરોનાના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે.
ગત દિવસોમાં ચીનમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. સૌથી ખરાબ હાલત ચીનની આર્થિક રાજધાની શાંઘાઈની છે. લોકો કડક કોરોના પ્રતિબંધોમાંથી પસાર થઈ રહ્યા છે. દરરોજ કોરોનાના વધતા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ચાલુ છે. લોકો ખાદ્ય સામગ્રીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
READ ALSO:
- હાર્દિકને કોંગ્રેસની આવી ગઈ છે ખટાશ : જગદીશ ઠાકોરે આપી આ પ્રતિક્રિયા, કોંગ્રેસમાં પણ મતભેદો ચરમસીમાએ
- BIG BREAKING: ઈન્દ્રનીલ રાજ્યગુરુ જોડાશે AAPમાં, પંજાને કહી દીધું અલવિદા! ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
- IIM અમદાવાદનો લોગો બદલાવાને નિર્ણયને લઈને મોટા સમાચાર, ચેરપર્સને કર્યો ખુલાસો
- UGCની જાહેરાત/ હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કરી શકશે, જાણો શું છે નિયમો?
- ભાજપના બળવાખોર નેતા કમાભાઇ રાઠોડનો પુનઃ પ્રવેશ પણ સાણંદના ધારાસભ્ય ગેરહાજર : અમિતશાહના છે ખાસ, ભાજપમાં જ ડખા