GSTV
Home » News » ભારતમાં છેલ્લાં 10 વર્ષોમાં 27 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા, તેજીથી થઈ રહ્યુ છે આ કામ

ભારતમાં છેલ્લાં 10 વર્ષોમાં 27 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા, તેજીથી થઈ રહ્યુ છે આ કામ

ભારત ગરીબીમાં મહત્વપૂર્ણ ઘટાડો કરનારા દુનિયાનાં મુખ્ય 10 દેશોમાં સામેલ છે. આ વાત મલ્ટીડાયમેંશનલ પોવર્ટી ઈન્ડેક્સ (એમપીઆઈ) 2019ના રિપોર્ટમાં સામે આવ્યુ છે. આ રિપોર્ટમાં ગરીબીનાં સ્કેલ અને તીવ્રતાને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ ઈનિશિએટિવ અને યુનાઈટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે મળીને તૈયાર કર્યો છે.

રિપોર્ટ મુજબ ભારતે વર્ષ 2005-06થી 2015-16ની વચ્ચે 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમાં ઝારખંડ એવું રાજ્ય છે, જેમાં ગરીબી સૌથી તેજીથી ઘટી છે. ગરીબીને ઘટાડવા માટે 10 માનાંકો દ્વારા માપવામાં આવ્યુ છે. તેમાં સંપત્તિ, રસોઈગેસ, સ્વચ્છતા અને પોષણ જેવા સ્તરોનો સમાવેશ થાય છે.  વૈશ્વિક એમપીઆઈમાં 101 દેશો સ્વાસ્થ, શિક્ષા અને જીવનના સ્તરની કમીને ધ્યાનમાં રાખવામાં આવી છે.

ઝારખંડ એવું રાજ્ય છે, જ્યાં 2005-06થી લઈને 2015-16 સુધી ગરીબી 74.9 ટકાથી ઘટીને 46.5 ટકા રહી ગઈ છે. ભારતનાં ચાર રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે એમપીઆઈ છે. ઝારખંડે તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબી 55.1 ટકાથી ઘટીને 27.9 ટકા લગભગ અડધી કરી દીધી છે. પહેલાં ગરીબ લોકોની સંખ્યા 64 કરોડ હતી, જે હવે ઘટીને 36.9 કરોડ રહી ગઈ છે. ભારત સિવાય પેરુ, બાંગ્લાદેશ, કંબોડિયા, નાઈઝિરીયા, પાકિસ્તાન, વિયેતનામ, કાંગો ગણરાજ્ય, ઈથોપિયા અને હૈતીમાં ગરીબી દૂર થઈ છે.

READ ALSO

Related posts

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

Riyaz Parmar

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!