GSTV

વિશ્વમાં પાકિસ્તાન ખુલ્લુ પડ્યું, UNના રિપોર્ટમાં આતંકનો ગઢ હોવાનું સામે આવ્યું

Last Updated on June 6, 2020 by Pravin Makwana

અફઘાનિસ્તાનમાં વ્યાપેલા આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટમાં પાકિસ્તાનનું નામ આવતા ભારતે પણ પ્રહાર કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ રિપોર્ટથી પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની કબૂલાત પર મહોર વાગી છે જેમાં તેમણે તેમના દેશમાં 30થી 40 હજાર આતંકવાદીઓ ઉપસ્થિત હોવાનું કહ્યું હતું.

પાકિસ્તાન આતંકવાદનું ગઢ છે

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આખી દુનિયા પાકિસ્તાન આતંકવાદનું ગઢ છે તે સચ્ચાઈ જાણી ગઈ છે. પાકિસ્તાનના નેતૃત્વ દ્વારા પણ હજારો આતંકવાદીઓ તેમની જમીનનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા કરે છે તેવું સ્વીકારવામાં આવ્યું છે. હકીકતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વર્તમાન રિપોર્ટમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન મોટી સંખ્યામાં આતંકવાદીઓને અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા સાથે સંકળાયેલા પાકિસ્તાની મૂળના 6.5 હજારથી પણ વધારે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં સક્રિય છે.

જાણો શું છે સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં રહેલું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા વિસ્ફોટકો બનાવવામાં સક્ષમ અને પ્રશિક્ષિત આતંકવાદીઓ અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે જેથી ત્યાં ચાલી રહેલી શાંતિ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકાય.

મુંબઈ અને પુલવામા હુમલાના ગુનેગારો

જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબાએ 2008માં ભારતમાં મુંબઈ હુમલાને અને 2019માં પુલવામા હુમલા સહિત અનેક હુમલાને અંજામ આપેલો છે. સુરક્ષા પરિષદને સોંપવામાં આવેલા આઈએસઆઈએસ, અલકાયદા અને સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓના સંબંધિત વિશ્લેષ્ણાત્મક રિપોર્ટ પ્રમાણે અફઘાની અધિકારીઓએ જણાવ્યું કે અનેક સમૂહો અફઘાનિસ્તાનમાં સુરક્ષા સામે જોખમ સર્જી રહ્યા છે. તેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, જૈશ અને લશ્કર જેવા જૂથો સામેલ છે.

રિપોર્ટે ખોલી પાકિસ્તાનની પોલ

શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે આ રિપોર્ટથી ભારત લાંબા સમયથી પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે તેવો દાવો કરતું હતું તેને બળ મળશે. આતંકવાદીઓ અને આતંકી સંગઠનો પાકિસ્તાનમાં સુરક્ષિત સ્થળે રહેલા છે.

read also

Related posts

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!