GSTV

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ શકે છે

પાકિસ્તાનના પ્રવાસે ગયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબુદ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશનની રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ હાલ પાકિસ્તાનની મુલાકાતે પહેલી વખત પહોંચ્યા છે. જ્યાં અફઘાન શરણાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી.

CAAના પૂછાયેલા સવાલના જવાબમાં શું કહ્યું ?

એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભારતમાં નાગરિકતા સંબંધિત કાયદા વિશે જણાવ્યું કે, ખરેખર હું તેનાથી ચિંતિત છું. કારણ કે આ એક એવું ક્ષેત્ર છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર સક્રિય છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત નાગરિકતા સંબંધિત ઘણી ખરી સમસ્યાઓને લઈ સક્રિય છે. આ પ્રકારના કાયદા બનવાના કારણે રાજ્યવિહિન થવાનો ભય પેદા થાય છે. જેથી જરૂરી છે કે જ્યારે કોઈ નવો કાયદો બનાવવામાં આવે તો એ વિશે સુનિશ્ચત કરવામાં આવે કે જેથી રાજ્યવિહિન થવાનો ભય પેદા ન થાય. જો કોઈ ખૂદને દસ્તાવેજના આધાર પર નાગરિક કહી રહ્યો હોય તો એવું ન થવું જોઈએ કે તેની પાસેથી તેનો મૂળભૂત અધિકાર આંચકી લેવામાં આવે.

કલમ 370 વિશે પણ આપ્યું નિવેદન

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલ વર્તમાન સ્થિતિ પર પોતાનું મંતવ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશનની બે રિપોર્ટથી કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મળી. જેથી જરૂરી છે કે કાશ્મીરની રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઈસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની દીર્ધકાલીન સમસ્યાને પૂર્ણ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા પણ તૈયાર છે.

READ ALSO

Related posts

સુરતમાં હોસ્પિટલમાં નોકરી કરતી મહિલા : સોસાયટીએ ગેટ પર માર્યો તાળાં, લખાણ આપ કે કોરોના આવશે તો જવાબદાર તું હશે

pratik shah

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

કરમની કઠણાઈ: લોકડાઉનમાં વતન જવા 400 કિમી પગપાળા ચાલ્યા તો બોર્ડર બંધ, પાછી ઉલટી સફર ચાલુ કરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!