GSTV

પીએમ મોદીએ કર્યુ જેનું ઇ-લોકાર્પણ એ યુએન મહેતા હોસ્પિટલની જાણો શું છે વિશેષતા, 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ સાથે ગરીબ દર્દીઓની થશે મફત સારવાર

હોસ્પિટલ

વડાપ્રધાન પી.એમ.મોદીના હસ્તે યુ.એન મહેતા હૃદય રોગ  હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. પીએમ મોદીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે,  નવી હૃદય રોગ હોસ્પિટલમાં સારી સારવાર મળશે.  હગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યુ છે. કેન્દ્ર સરકારની નવી યોજાનાનો લાભ ગુજરાતને મળી રહ્યો છે.  આ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ ભારતની સૌથી મોટી હૃદય રોગ હોસ્પિટલ બની છે. યુ.એન.મહેતા હોસ્પિટલ 470 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ યુએન મહેતા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે  જણાવ્યુ હતુ કે, આ હોસ્પિટલમાં નવજાતથી લઇ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓને સંપૂર્ણ સારવાર થશે. નીતિને પટેલે કહ્યું હતુ કે કોરોના કાળમાં સૌથી પહેલી આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોના સારવારના દર્દીઓની રહેશે.

  • યુ.એન.મહેતા હોસ્પિટલમાં નવજાતથી લઈ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે
  • ડે.સીએમ નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હાજર

નીતિન પટેલે કહ્યું હતુ કે આ નવી યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાના ત્રણ હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી હોવાના નાતે તેઓએ જણાવ્યું હતુ કે ગરીબ દર્દીઓની અહીં મફતમાં સારવાર કરવામાં આવે છે. તેઓએ મોદીના સબકા સાથ સબકા વિકાસની વાત પર પણ ભાર મુક્યો હતો.

આ હોસ્પિટલ રૂપિયા 470 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં 450 બેડથી વધીને 1251 બેડની સુવિધા હવે મળતી થશે. 8 માળની ઈમારતમાં 8 લાખ ચોરસફુટમાં અદ્યતન બાંધકામ કરાયું છે. બિલ્ડીંગમાં વીજળી બચતનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ગ્રીહા તરફથી તેને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે.

બાળકોનાં હૃદયરોગ માટેની આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક સુવિધા છે. અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર, અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીઝિયોલોજી, હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ (લેબોરેટરી અને ફાર્મસી માટે), નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ, એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ, ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન, મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગની સુવિધા અહી ઉપલબ્ધ છે.

હોસ્પિટલ

યુ.એન. હોસ્પિટલની શુ છે વિશેષતાઓ

  • હાલ 450 બેડની વ્યવસ્થા છે જે વધીને 1251 જેટલા બેડની સુવિધા થશે
  • 8 માળની અને 8 લાખ ચોરસફુટમાં અદ્યતન હોસ્પિટલ
  • ઉર્જા સંરક્ષણ માટે 3 સ્ટાર હોસ્પિટલ
  • બાળકોનાં હૃદય રોગ માટેની ખાસ હોસ્પિટલ
  • અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ વોર્ડ
  • એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર
  • હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ મિનિમલ ઇન્વેન્સીવ
  • અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીજીયોલોજી
  • હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ (લેબોરેટરી-ફાર્મસી માટે)
  • નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ,એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ
  • ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન
  • મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગ

Read Also

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!