GSTV

સીએમ રૂપાણીએ કર્યુ પીએમ મોદીનું સપનુ સાકાર: બાળકો માટે આખા દેશમાં નથી હાર્ટની કોઇ આવી હોસ્પિટલ, 470 કરોડના ખર્ચે થઇ છે તૈયાર

મોદી

વડાપ્રધાન પી.એમ.મોદીના હસ્તે યુ.એન મહેતા હૃદય રોગ  હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. પીએમ મોદીએ લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે,  નવી હૃદય રોગ હોસ્પિટલમાં સારી સારવાર મળશે.  ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યુ છે. કેન્દ્ર સરકારની નવી યોજાનાનો લાભ ગુજરાતને મળી રહ્યો છે.  આ સાથે યુ.એન.મહેતા હોસ્પિટલ ભારતની સૌથી મોટી હૃદય રોગ હોસ્પિટલ બની છે. યુ.એન.મહેતા હોસ્પિટલ 470 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ યુએન મહેતા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. તેમણે  જણાવ્યુ હતુ કે, આ હોસ્પિટલમાં નવજાતથી લઇ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓને સંપૂર્ણ સારવાર થશે. નીતિને પટેલે કહ્યું હતુ કે કોરોના કાળમાં સૌથી પહેલી આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોના સારવારના દર્દીઓની રહેશે. નીતિન પટેલે કહ્યું હતુ કે આ નવી યુએન મહેતા હોસ્પિટલમાં કોરોનાના ત્રણ હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી હોવાના નાતે તેઓએ જણાવ્યું હતુ કે ગરીબ દર્દીઓની અહીં મફતમાં સારવાર કરવામાં આવે છે. તેઓએ મોદીના સબકા સાથ સબકા વિકાસની વાત પર પણ ભાર મુક્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલમાં નવજાતથી લઈ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

નિતિન પટેલે આપ્યું આ નિવેદન…

 • ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા 470 કરોડ ના ખર્ચે હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.
 • આમાં ખાસ બાળકો માટે હાર્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
 • નરેન્દ્ર મોદી ની એક ઈચ્છા હતી એ આજે પૂરી થઈ છે.
 • નાનામાં નાનું બાળક ને હ્રદય ની કોઈ ખામી હોય તો રદય ના સારવાર ની તમામ સુવિધાઓ છે.
 • બાળકો ને હ્રદય કે વાલ ની બીમારી હોય તો તેની સારવાર અહીંયા ઉપલબ્ધ છે.
 • બાળકો નું રદય રોગ ના કારણે અવસાન થતું હતું તે રોકી શકાશે.
 • બાળ મૃત્યુદર માં પણ ઘટાડો થશે
 • 450 બેડ થી વધારી 1250 બેડ કરવામાં આવ્યા છે.
 • અત્યાર સુધી કોઇપણ હોસ્પિટલ માં રદય ટ્રાન્સપ્લાન્ટ કરવાની વ્યવસ્થા ન હતી.
 • હવે આહિયા રદય ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂવાત થશે.
 • આજે પી.એમ મોદી એ લોકાર્પણ કર્યું છે , ટૂંક સમયમાં આ હોસ્પિટલ કાર્યરત થશે.
 • આ હોસ્પિટલ બિલ્ડિંગ ના કોરોના ની સારવાર પણ આપી છે.
 • હવે કોરોના ઓછો થઈ રહ્યો છે એટલે હવે યુ.એન.મહેતા હોસ્પિટલ કાર્યરત કરીશું.
 • અમારા આરોગ્ય વિભાગે કોરોના ના કપરા કાળ માં આ હોસ્પિટલ કાર્યરત કરવા માટે બહુ જહેમત ઉઠાવી છે.

યુ.એન. હોસ્પિટલની શું છે વિશેષતાઓ

 • હાલ 450 બેડની વ્યવસ્થા છે જે વધીને 1251 જેટલા બેડની સુવિધા થશે
 • 8 માળની અને 8 લાખ ચોરસફુટમાં અદ્યતન હોસ્પિટલ
 • ઉર્જા સંરક્ષણ માટે 3 સ્ટાર હોસ્પિટલ
 • બાળકોનાં હૃદય રોગ માટેની ખાસ હોસ્પિટલ
 • અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ વોર્ડ
 • એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર
 • હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ મિનિમલ ઇન્વેન્સીવ
 • અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીજીયોલોજી
 • હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ (લેબોરેટરી-ફાર્મસી માટે)
 • નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ,એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ
 • ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન
 • મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગ

Read Also

Related posts

અલવિદા અહેમદ પટેલ LIVE: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, ટૂંક સમયમાં થશે દફનવિધી

pratik shah

કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ થશે, અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી આપશે હાજરી

pratik shah

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!