GSTV

પૈસાની તંગીનો સામનો કરી રહ્યુ છે સંયુક્ત રાષ્ટ્ર, ઓક્ટોબરનાં અંત સુધીમાં ખતમ થઈ જશે રિઝર્વમાં રાખેલાં પૈસા

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારાઇસે કહ્યું છે કે વૈશ્વિક સંસ્થા ભંડોળના અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યું કે યુનાઇટેડ નેશન્સ પાસે 23 કરોડ ડોલરની રોકડની અછત છે અને ઓક્ટોબરના અંત સુધીમાં તેની પાસેના નાણાં સંપૂર્ણ રીતે ખતમ થવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્ર સચિવાલયમાં કામ કરનારા 37 હજાર કર્મચારીઓને લખેલાં પત્રમાં ગુટારાઈસે કહ્યુકે, કર્મચારીઓનું વેતન અને અન્ય ભથ્થા આપવાનાં ખર્ચમાં ઘટાડો કરવા માટે પગલા ભરવામાં આવશે.

તેમણે લખ્યું છે કે સભ્ય દેશોએ 2019 માટે જરૂરી અમારા નિયમિત બજેટના 70 ટકા જ ચુકવણી કરી છે. આને લીધે, સપ્ટેમ્બરમાં સંસ્થા પાસે 23 કરોડ ડોલર રોકડની કમી છે. અમારી સામે આ મહિનાનાં અંત સુધી પહેલાં પડેલી રોકડ ભંડાર પુરુ થવાનું જોખમ છે.

ગુટારાઇસે ખર્ચમાં ઘટાડો કરવા માટે  સંમેલનો, બેઠકો મુલતવી રાખવાની અને સેવાઓમાં ઘટાડાનો ઉલ્લેખ કર્યો છે. સાથે, તેમણે ફક્ત જરૂરી કામકાજને લઈને સત્તાવાર યાત્રા તથા ઉર્જા બચત માટે પગલા ભરવાનો ઉલ્લેખ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારી મુજબ, સેક્રેટરી-જનરલ દ્વારા સભ્ય દેશોને આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક સંસ્થાની રોકડ સમસ્યાને પહોંચી વળવા યોગદાનની રકમ વધારવા જણાવ્યું હતું, પરંતુ સભ્ય દેશોએ ના પાડી દીધી હતી.

ગુટારાઇસે કહ્યું કે સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સ્થિતિ માટે આખરે જવાબદાર છે. 2018-19 માટે સંયુક્ત રાષ્ટ્રનું બજેટ આશરે 5.4 અબજ ડોલર હતું. અમેરિકાએ તેમાં 22 ટકા ફાળો આપ્યો. આમાં શાંતિપૂર્ણ કામગીરી માટે કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થતો નથી.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!