GSTV

ઈમરાનના કાશ્મીર રાગ પર ભારતનો સણસણતો જવાબ, પહેલાં POK ખાલી કરી દો એ અમારો વિસ્તાર

ઇમરાન

યુએન મહાસભામાં પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતીય પ્રતિનિધિના વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને મહાસભામાં પોતાના ભાષણની શરુઆત જ ભારત વિરુદ્ધ બોલવાથી કરી. જેના વિરોધમાં ભારતીય પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હોલમાંથી વોકઆઉટ કરી ગયા. પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ અપાયેલું નિવેદન તેમજ કાશ્મીરના મુદ્દાનો ઉલેખ કરાતાં જ ભારતીય પ્રતિનિધિ મંડળે ઇમરાન ખાનના ભાષણનો બહિષ્કાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું આયોજન વર્ચ્યુઅલી થઇ રહ્યું છે. શનિવારે, યુએનને જવાબ આપવા માટે ભારતના અધિકારનો ઉપયોગ કરતા ભારત મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે હવે કાશ્મીર પર માત્ર પીઓકેની વાત જ બચી છે.

ભાષણની શરુઆતમાં ઇમરાન ખાને અસત્યનો મારો ચલાવ્યો

પોતાના ભાષણની શરુઆતમાં ઇમરાન ખાને અસત્યનો મારો ચલાવ્યો. તેમણે ત્યાં સુધી કહી નાંખ્યું કે આરએસએસ ગાંધી અને નહેરુના સેક્યુલર મૂલ્યોને છોડીને ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. આટલેથી ના અટકતા ઇમરાન ખાને પોતાના ભાષણમાં બાબરી ધ્વંસનો પણ ઉલ્લેખ કર્યો અને ભારતને આડકતરી રીતે યુદ્ધની ધમકી પણ આપી દીધી. ઇમરાન ખાને કાશ્મીરને લઈને ઉભા કરેલા પ્રશ્નના જવાબમાં સેક્રેટરીએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેમણે કહ્યું કે કાશ્મીરને લઈને જે પણ વિવાદ બાકી છે તે પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જાને લઇ છે. અમે પાકિસ્તાને ચેતવણી આપી છે કે તેમણે ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોને ખાલી કરી દો.

ભારતીય પ્રતિનિધિએ વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની 75મી મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપેલું નિવેદન નિમ્નસ્તરનું છે. તેમણે કહ્યું કે ઇમરાન ખાનના ભાષણમાં બધું ખોટું જ હતું. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કરશે.

Read Also

Related posts

ગાંધીનગર/ રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે યુવાનો વચ્ચે મારમારીની ઘટનામાં એકનું મોત, સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ

pratik shah

કાંગારુંઓની માઇન્ડ ગેમ શરૂ, કોહલી-રોહિત વિનાની ભારતીય ક્રિકેટ ટીમ સફાયો કરવાનો દાવો

Karan

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!