GSTV
Home » News » UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

જયપુર અને દિલ્હીનાં રસ્તામાં એક સુંદર રેલ્વે સ્ટેશન છે ગાંધીનગર. કહેવામાં તો એ બીજા રેલ્વે સ્ટેશન જેવું જ છે, પરંતુ આ સ્ટેશનની વિશેષતા એ છે કે અહિંયા કામ કરનાર તમામ કર્મચારી મહીલા છે. જેના કારણે સંયુક્ત રાષ્ટ્રએ મહિલા સશક્તીકરણની દિશામાં આ સ્ટેશને એક મિશાલ ગણાવી છે.

જયપુર-દિલ્હીનાં રાસ્તામા આવેલ આ સ્ટેશનમાં દિવસ દરમ્યાન ઘણી બધી ટ્રેન આવ-જા કરે છે.અહીંથી પસાર થનાર લોકો ટ્રેનને લીલી ઝંડી બતાવનાર, ટીસી અને સફાઈ કામદારની જગ્યાએ મહિલાને જોતા આશ્ચર્યચકીત પણ થાય અને ખુશ પણ થાય છે. ટિકીટ બારીમાં પણ સફેદ કપડા પહેરીને લીલા રંગનો કોટ ધારણ કરનાર સ્ત્રીઓ પોતાનુ કામ કરતી નજરે ચડે છે.

સંયુક્ત રાષ્ટ્ર (યુનો)એ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એક વીડિયો પોસ્ટ કરી આ સ્ટેશન અંગે વિસ્તારથી માહિતી આપતા લખ્યું કે, અહિંયા 40થી વધારે મહિલા કર્મચારી છે, જે પુરૂષો કરતા સારી રીતે પોતાની જવાબદારી નિભાવે છે. એમનો કહેવાનો મતલબ છે કે, મહિલાએ સ્ટેશનની જવાબદારી સંભાળ્યા બાદ અહિંયાની સ્વચ્છતાની વ્યવસ્થા વધી છે, ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યા ઘટી છે અને ટિકિટ લેનારની હરોળ ઓછી જોવા મળે છે.

સંપુર્ણ જવાબાદારી મહિલાઓ સંભાળે છે

યુએન અનુસાર અહિંયા કામ કરનાર સ્ત્રીઓએ એક મહિનાની અંદર 520 જેટલા લોકોને ટિકિટ વિના ટ્રેનમા ચડવાનો પ્રયત્ન કરતા રોક્યા છે. જ્યારે ગત વર્ષે એ જ મહિનામાં પુરૂષ કર્મચારીઓએ માત્ર 64 લોકોને પકડ્યાં હતા. આ કારણે જ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સ્ટેશનની જવાબદારી મહિલા સ્ટાફને સોંપવામા આવી છે અને તેના પરિણામસ્વરૂપે આજે આ સ્ટેશનની આવકમાં વધારો થયો છે.

મહિલાઓને પુરૂષોથી ચડિયાતી ઠેરાવી વીડિયોમાં કહેવામા આવ્યું કે, એક એવો દેશ જ્યાં રોજગારીમાં મહિલાઓનો હિસ્સો માત્ર 27 ટકા છે, મહિલાઓ દ્વારા આવી રીતે એક સ્ટેશનને સંભાળવું એ પોતાનામા એક મિશાલ જેવું છે.

રેલ્વે મંત્રી પીયુષ ગોયલે આ સ્ટેશન વિશે ટ્વિટ કરીને કહ્યું કે, રાજસ્થાનનાં જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પેહેલું રેલવે સ્ટેશન છે. જે 24X7 મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.આ સ્ટેશનમાં નિયમિત કામ-કાજ ઉપરાંત રેલ્વે સુરક્ષાની જવાબદારી પણ મહિલા કર્મચારીઓ સંભાળે છે. મહિલા સશક્તીકરણ અને સમાજમા સકારાત્મક પરિવર્તન લાવવા માટે રેલ્વેની એક અનોખી પહેલ છે.

READ ALSO

Related posts

5મી જુલાઈએ મોદી સરકાર પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરશે, આ સેક્ટરને આપી શકે છે પ્રોત્સાહન

Mayur

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

Mansi Patel

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!