GSTV

દિલ્હી ટ્રેક્ટર રેલીના UNમાં પડઘા: ભારતને આપી શાણી સલાહ, સરકારે આપ્યો સણસણતો જવાબ

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે.યુનાઈટેડ નેશન્સ (UN)એ પણ ભારતને આ મામલે વણ માંગી શીખામણ આપી છે. બીજી તરફ ભારતે પણ આડકતરી રીતે યુએનને દેશના આંતરિક માંમલામાં ચંચૂપાત નહીં કરવાનો મેસેજ આપી દીધો છે.

UN મહાસચિવ સ્ટીફન દુજારિક

UNના મહાસચિવે આપી સલાહ

UNના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે નિવેદન આપતા કહ્યુ છે કે, ભારત સરકારે શાંતિપૂર્ણ રીતે થતા પ્રદર્શન, અહિંસા અને લોકોના ભેગા થવા માટેની આઝાદીનુ સન્માન કરવુ જોઈએ.

ભારતનો સણસણતો જવાબ

ભારતમાં થયેલા પ્રદર્શન પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારે આ અધિકારનુ સન્માન કરવુ જોઈએ.જોકે ભારતે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, રાજકીય હેતુ  માટે કેટલીક વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં ના આવે તો વધારે સારુ રહેશે.ભારતના ખેડૂતો અંગે કેટલીક ટિપ્પણીઓ એવી છે જે જનતાને ભડકાવે તેમ છે.આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી અને તે પણ ખાસ કરીને એક લોકશાહી દેશના આંતરિક મામલાઓ સાથે જોડાયેલી ટિપ્પણીઓ ઉચિત નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!