GSTV
Home » News » પાલડીના પાલવમાં રહેતી ‘ઉમંગ’ની ઉમ્મીદને ‘ઉમ્મીદે’ રંગ છાંટી ખુશ કરવાનો પ્રયત્ન કર્યો

પાલડીના પાલવમાં રહેતી ‘ઉમંગ’ની ઉમ્મીદને ‘ઉમ્મીદે’ રંગ છાંટી ખુશ કરવાનો પ્રયત્ન કર્યો

હોળીના તહેવારમાં બધા એકબીજાને રંગ ઉડાડીને જશ્ન માનવતા હોય છે. ચોતરફ ડીજેની ધમાલ મસ્તી થતી હોય છે. આ બધા શોખ વચ્ચે એવા દિવ્યાંગો કે જે કાનેથી સાંભળી નથી શકતા અને બોલવા માટે જેની પાસે અવાજ નથી એ લોકો કઈ રીતે ખુશી વ્યક્ત કરે છે એ ખરેખર જોવા જેવી વાત છે.

ઉમ્મીદ ગ્રુપના સભ્યો આવા બાળકો સાથે હોળીના તહેવાર નિમિત્તે તે બાળકોને ખુશ કરવા માટે ફતેપુરમાં આવેલી ઉમંગ સ્કૂલમાં પહોંચ્યા હતા. ઉમ્મીદ ગ્રુપમાં બધા કોલેજના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી થોડા રૂપિયા બચાવીને દર મહિને આવી એકાદ ઇવેન્ટ કરતા હોય છે.

ઉલ્લેખનીય છે કે ઉમ્મીદ ગ્રુપના વિદ્યાર્થીઓ હોળીના દિવસે પાલડીના ફતેપુરા ખાતે આવેલી ઉમંગ સ્કૂલમાં પહોંચ્યા હતા. કે જે સ્કૂલમાં બધા બહેરા મુંગા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બપોરે બધાને પાવ ભાજી ખવડાવીને થોડો આરામ કર્યો હતો. ત્યારબાદ બાળકોનાં શારીરિક વિકાસ માટે થોડી રમતો પણ રમ્યા હતા. તેમજ હોળીનો તહેવાર ઉજવ્યો હતો.

એ લોકોની ઈશારા ઈશારામાં વાત કરવાની આદત એ સામાન્ય માણસ માટે ખૂબ અજાણી હતી. પરંતુ ઉમ્મીદ ગ્રુપના સભ્યોએ અને બાળકો એક થઈને હોળીનો તહેવાર ઉજવ્યો હતો. જ્યારે એ લોકો માટે અવાજ અને ધ્વનિની દુનિયા ભગવાને છીનવી લીધી ત્યારે આંખોથી નિહાળીને જે જીવન જીવે એ બીજા લોકોને જીવવા માટે પ્રેરણા આપે એવું ઉમ્મીદ ગ્રુપના વિદ્યાર્થીઓ જણાવે છે.

READ ALSO

Related posts

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

Riyaz Parmar

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah

અમદાવાદના ચાંદખેડામાં પતિએ આ કારણે પત્નીની ગળુ દબાવી કરી હત્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!