ગુજરાત રાજ્યના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યા પર થશે ભરતી
હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ નવી પોલીસ ભરતી બાબતે મોટી જાણકારી આપી હતી. તેમણે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
READ ALSO
- જો અમીર અને સુખી જીવન ઇચ્છતા હોવ તો પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે જણાવેલા આ 2 ઉપાયો અપનાવો જરૂર
- પત્ની નારાજ થઈ ગઈ છે, તો આ પદ્ધતિઓની મદદથી સંબંધોમાં પાછો આવી શકે છે પ્રેમ
- દ. ભારતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી : મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કરાં પડે તેવી શક્યતાઓ
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- સુરત/ એથર કેમિકલ કંપનીમાં 7 ગૂમ થયેલા કામદારોના પરિવારજનો દિવસે રઝળતા રહ્યા ને રાત્રે ભડથૂં મૃતદેહ બહાર કઢાયા