GSTV

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Last Updated on July 31, 2021 by Pravin Makwana

વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ સભ્યોએ વિકાસના કામો અંગે એક પછી એક ફરિયાદોનો ખડકલો મુકતા પાલિકામાં ચાલતા અધિકારી રાજ પર પ્રશ્ન ઉભા થયા છે.

ભાજપના સભ્યો દ્વારા ઢગલા ભરી રજૂઆતો અને ફરિયાદો કરતા વિકાસના કામોને લઈને અણધડ વહીવટની બાબત સભામાં જોવા મળી હતી. વિકાસના કામો અને પાયાની સુવિધા બાબતે કોર્પોરેટરોએ ઠરાવ કરાવવા માંગ કરી હતી. વિવધ કામો માટે આવતા લોકો પાસે પાલિકાના સ્ટાફની મનમાની અને કર્મચારીઓ પૈસા લેતા હોવાની રજૂઆત આવી હતી.

પાલિકાના વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર થતો હોય જેથી વિકાસના કામોમાં કોર્પોરેટરો ને સાથે રાખવાની માંગણી કરવામા આવી હતી. ભાજપના જ સભ્યો દ્વારા વિકાસના કામો અને વોર્ડમાં ગંદકી અને પાણીના મુદ્દે ઢગલો ભરી ફરિયાદો મુકાતા પ્રજા કેવી સ્થિતિમાં હશે તે ચર્ચાનો વિષય છે.

READ ALSO

Related posts

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!