કોરોના મહામારીના કારણે બોલીવૂડના ઘણા બધા શો બંધ રાખવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસકર્મીઓ માટે આયોજિત વાર્ષિક સમારોહ પણ એમાનો જ એક હતો. જેનુ આયોજન ગઈકાલે રાત્રે મુંબઈમાં ઉમંગ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ફિલ્મ અને ટીવી જગતના સ્ટાર્સ હાજરરહ્યાં હતા. આ ઈવેન્ટની ખાસ વાત શાહરૂખ ખાનનું ડાન્સ પરફોર્મન્સ હતું.

વીડિયો વાયરલ
શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમય પછી, શાહરૂખ ખાને (SRK) સ્ટેજ પર પરફોર્મ કર્યું છે અને ચાહકોએ પણ શાહરુખ ખાનનું આ પરફોર્મન્નસ ખૂબ પસંદ આવ્યુ હતુ.
Umang 2022માં, શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ નું સોન્ગ ‘આઇ એમ ધ બેસ્ટ’ પર ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત, પરફોર્મન્સના અંતે, તે તેના આઇકોનિક પોઝ આપીને દરેકનું દિલ જીતી લે છે.
શાહરૂખ ખાનના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પુરા થઇ ગયા છે. ફેન્સ માટે કિંગખાને સોશિયલ મીડિયા પોસ્ટ પણ શેર કરી હતી. કિંગખાનના આ ડાન્સ પરફોર્મન્શના વીડિયોમાં યુઝર્સ પોતાને કમેન્ટ કરતા રોકી નહોતા શક્યા અને એક યુઝર્સે કોમેન્ટ કરી છે, ‘બાદશાહ બાદશાહ હી હોતા હૈ… વેલકમ બેક શાહરુખ ખાન…’.અન્ય એક યુઝર કમેન્ટ કરે છે ‘કિંગ ખાન શાહરૂખ ખાન જેવો કોઈ નથી.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનની ઘણી બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ખાન પાસે પઠાણ, જવાન અને ડંકી સહિત અનેક મોટા બજેટની ફિલ્મો છે. શાહરૂખ ખાનના મોટા પડદા પર કમબેક કરવા જઇ રહ્યાં છે તેને લઇને પણ ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે.
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ
- હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે
- રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો