GSTV
Gujarat Government Advertisement

ઈંટનો જવાબ કાંકરાથી આપ્યો: ઉમા ભારતી

Uma Bharti gandhi family

Last Updated on April 17, 2019 by Mayur Vora

પ્રિયંકા ગાંધીને ચોરની પત્ની કહેવા પર ઉમા ભારતીએ કહ્યું કે ઈંટનો જવાબ કાંકરાથી આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધી પર મંગળવારે આપેલા નિવેદન પર સ્પષ્ટતા કરી. ઉમા ભારતીએ ટ્વીટર પર કહ્યું કે રોબર્ટ વાડ્રા પર મારી ટીપ્પણીને કેટલીક ન્યૂઝ ચેનલ વિવાદીત નિવેદન કહે છે. પણ મારુ પુરુ નિવેદન તથ્યાત્મક રૂપે બિલકુલ યોગ્ય છે. અને ખટકે તેવું પણ છે.

તથ્ય એ છે કે રોબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારના આરોપ છે. તથા તે જામીન પર છે. જામીનનો મતલબ થાય છે કે અપરાધની અર્ધસ્વીકૃતિ. જામીનનો મતલબ ક્લીન ચીટ નથી થતો. એવી સ્થિતિમાં તેમની પત્ની શું કહેવાય તે મેં કીધું છે. ઉમા ભારતીએ સવાલ કર્યો કે જ્યારે રોબર્ટ વાડ્રાની સંપત્તિમાં અચાનક વધારો થયો તો શું તેમની પત્ની તેનાથી અજાણ હતી. એ સાચુ છે કે મારી વાતથી તકલીફ થઈ હશે.

પરંતુ જ્યારે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના નેતાઓએ સૂટ-બૂટવાળા ચોર કર્યા તથા આ બંને ભાઈ-બહેને ચોકીદાર ચોર કહ્યા તો અમને કેટલી તકલીફ પહોંચી હશે. તકલીફ અને ગુસ્સો બંને  મેં ઈટનો જવાબ પત્થરથી નહીં પણ કાંકરાથી આપ્યો છે. જે યોગ્ય નિશાને લાગ્યો. આ પ્રકારના ઈલાજની બંને ભાઈ-બહેનને જરૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!