GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગજબ! દુનિયાભરમાં ફક્ત 1 જ વ્યક્તિ ખરીદી શકશે આ ધાંસૂ બાઈક

શાનદાર બાઈક બનાવતી ઈટલીની MV Agusta એક એવી મોટરસાઈકલ લાવી છે, જે ખૂબજ રસપ્રદ થે. આ બાઈકની ખાસિયત એ છેકે, તેની ફક્ત એક જ યુનિટ બનાવવામાં આવ્યુ છે. એટલેકે, દુનિયાભરમાં ફક્ત એકજ વ્યક્તિ તેને ખરીદી શકશે. આ મોટરસાઈકલ કંપનીની Brutale 1000 RR સુપર નેકેડ બાઈક અલ્ટ્રા-લિમિટેડ એડિશન વર્ઝન છે. તેને MV Agusta Brutale 1000 RR ML નામથી રજૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ તેની ખાસિયત વિશે.

શાનદાર લૂક

Brutale 1000 RR ML મોટરસાઈકલનું લુક સ્ટાન્ડર્ડ Brutale 1000 RRની જેવો જ છે. આ અલ્ટ્રા-લિમિટેડ એડિશન બાઈક બ્લૂ અને વ્હાઈટ કોમ્બિનેશનની સાથે ટ્રાઈકલર પેંટ સ્કીમમાં આવી છે. બાઈકની ફ્રેમ, એલ્યુમિનિયમ વીલ્ઝ અને સ્વિંગઆર્મ પર ગોલ્ડન પેંટ છે. તેનાં નામમાં સામેલ કરવામાં આવેલાં ‘ML’ અક્ષરનો સંબંધ આ મોટરસાઈકલનાં એકમાત્ર માલિકનાં નામ સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છેકે, તેને ખરીદવાવાળાનું શોર્ટ નામ ‘ML’ છે.

પાવર સ્પીડ

Brutale 1000 RR MLમાં કોઈ મેકેનિકલ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલેકે, તેનું એન્જીન સ્ટાન્ડર્ડ Brutale 1000 RR વાળું છે. બાઈકમાં આપવામાં આવેલું 998CCનું એન્જીન 205bhpનો પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 6-સ્પીડ ટ્રાસમિશનથી લેસ છે. કંપનીનો દાવો છેકે, આ અલ્ટ્રા-એક્સક્લૂસિવ મોડલ કલાકદીઠ 300 કિલોમીટર રફ્તાર પકડવામાં સક્ષમ છે.

રાઈડિંગ મોડ અને ફીચર્સ

Brutale 1000 RR MLમાં ચાર રાઈડિંગ મોડ આપવામાં આવ્યા છે. જેમાં રેસ, સ્પોર્ટ્સ, રેન અને કસ્ટમ સામેલ છે. તેમાં 5 ઈંચની હાઈ રિસોલ્યૂશન કલર TFT ડિસ્પ્લે છે, જેમાં બાઈક સાથે જોડાયેલી જાણકારીઓ મળે છે. સ્ટાન્ડર્ડ Brutale 1000 RRની જેમ તેમાં પણ Ohlins સસ્પેંશન અને Brembo Stylema બ્રેક આપવામાં આવ્યા છે.

કેટલી હશે કિંમત?

MV Agustaએ આ સુપર એક્સક્લૂસિવ બાઈકની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ મોટરસાઈકલ ફક્ત 1 યુનિટ જ બનશે. એવામા તેની કિંમત ઘણી વધારે રહેવાની આશા છે. તેને કારણે માનવામાં આવી રહ્યુ છેકે, કંપની કદાચ જ આ બાઈકની કિંમતનો ખુલાસો કરે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!