GSTV

સ્વર્ગીય પત્નીના સ્મરણાર્થે કેશુભાઈ પટેલે અનુદાન આપીને સોમનાથ તીર્થમાં અત્યાધુનિક ગેસ્ટ હાઉસ બંધાવ્યું હતું

સક્રિય રાજકારણમાંથી સન્યાસ લીધા બાદ કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના આધારસ્તંભ બનીને સોમનાથના વિકાસમાં અગ્રેસર થયા હતા. સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજો હોવા છતાં હંમેશા અધ્યક્ષ પદ કેશુભાઈએ શોભાવ્યું હતું. છેલ્લે બે માસ પહેલા મળેલી સોમનાથ ટ્રસ્ટની ડિજિટલ મિટિંગમાં કેશુભાઈ પટેલ ફરીથી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા.

પોતાના સ્વર્ગીય પત્ની લીલાબેનના સ્મરણાર્થે કેશુભાઈ પટેલ અનુદાન આપીને સોમનાથ તીર્થમાં ત્યારનું અત્યાધુનિક ગેસ્ટ હાઉસ બંધાવ્યું હતું. જેને લીલાવતી ભવન નામ આપવામાં આવ્યું હતું. કેશુભાઈ પટેલ માત્ર એક અગ્રેસર ચેરમેન તરીકે જ નહી પરંતુ ઉદાહરણ પુરૂં પાડતા દાતા પણ બન્યા હતા. કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ ટ્રસ્ટના એક સુવર્ણમય અધ્યાયનો અંત થયો છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!