સ્પેનમાં અનેક લોકો મોટાપાનો શિકાર બની રહ્યાં છે. આધુનિક જીવનશૈલીને કારણે અનેક લોકોને મોટાપાથી પીડાઈ રહ્યા છે. ત્યારે હજારો લોકોએ માંસાહાર અને તળેલી ચીજવસ્તુઓ ખાવાનું બંધ કરીને વજન ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
ખાઈ-પીને જાડા થવાનું અને મોટાપાનો ભોગ બનવાનું એ માત્ર ભારતમાં જ નથી. સ્પેનમાં પણ અનેક લોકો મોટાપાનો ભોગ બન્યાં છે. ત્યારે તેમાના હજારો લોકો હવે વજન ઉતારવાના પ્રયાસો કરી રહ્યાં છે. સ્પેનના નૈરોન લોકોએ તો સંકલ્પ કર્યો છે કે વર્ષ 2020ની શરૂઆત સુધીમાં કુલ વસ્તીના લોકો એક લાખ કિલો વજન ઘટાડશે. નૈરોન ગામની વસ્તી 40 હજાર છે. જેમાંથી 9 હજાર લોકો વધારે વજન ધરાવતા છે. જ્યારે 3 હજાર લોકો મોટાપાનો શિકાર થયા છે. આ લક્ષ્યને પહોંચી વળવા હજારો લોકોએ માંસાહાર અને તળેલી ચીજવસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું છે.
ફીટ રહેવા માટે જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સ્લિમિંગ પ્રોગ્રામમાં ભાગ લેશે. 21મી સદીમાં લોકો ચાલવાનું ભૂલી ગયા છે. ત્યારે ઘણા લોકો સ્થાનિક પાર્કમાં ચાલવાનું શરૂ કર્યું છે. અને વ્યાયામના ફાયદા જાણીને તે તરફ વળ્યા છે. અને વજન કંટ્રોલમાં રહે તે માટે પ્રયાસો કરી કરવા લાગ્યા છે.
તો રેસ્ટોરા અને સ્કૂલો પણ મદદ કરી રહ્યા છે. લોકોને ફીટ રહેલા અને સ્વાસ્થ્ય જળવાય તે માટે 18 રેસ્ટોરાએ ફાયદામંદ ખાવાનું પીરસવાની જાહેરાત કરી છે. અહીં સ્કૂલોમાં બાળકોને પણ પણ વજન ઘટાડવાની સીખ આપવામાં આવી રહી છે. અને બાળકોને દરરોજ એક કલાક રમવાનું કહેવાય છે. ઘણા બાળકો સાઈકલીંગ તરફ વળ્યાં છે. અનેક બાળકોએ નક્કી કર્યું છે કે તેઓ સ્કૂલે ચાલીને અથવા સાઈકલ પર જશે.