GSTV

વિશ્વનાં સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટથી મોટો ઉલ્કાપિંડ આ દિવસે પૃથ્વીની નજીકથી થશે પસાર

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ કાય ઉલ્કાપિંડની શોધ કરી છે, આ મહાકાય ઉલ્કાપિંડનું કદ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ વધારે છે. ઉલ્લેખનીય છે કે નવાઈની વાત તો એ છે કે આ ઉલ્કાપિંડ એક કલાકના 31319 કિમીની તીવ્ર ઝડપે પૃથ્વી તરફ આવી રહયો છે. જો આ ઉલ્કાપિંડ વાયુમંડળ સાથે ટકરાશે તો સુનામીની શકયતા નકારી શકાતી નથી.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એક વિશાળ કાય ઉલ્કાપિંડની કરી શોધ

ત્યારે આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 1908માં સાઇબેરિયાના વાયુમંડળમાં ઉલ્કાપિંડની ટકકર થઇ તેવી પરીસ્થિતિ ઉભી થઇ રહી છે. જો કે એ સમયે પીંડનો આકાર ખૂબજ નાનો હોવાથી નુકસાન થયું ન હતું અને ઉલ્કાપિંડ ખુદ બળીને રાખ થઇ ગયો હતો. અંદાજીત 100 મીટર વિસ્તારમાં આગ લાગી હતી અને સેંકડો વૃક્ષો બળીને ખાખ થયા હતા.

હ્માંડમાં અનેક ઉલ્કાપિંડો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ બેકાબુ બનીને ફરી રહયા છે

જ્યારે બ્રહ્માંડમાં અનેક ઉલ્કાપિંડો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ બેકાબુ બનીને ફરી રહયા છે. તે કોઇ પણ ગ્રહના ગુરુત્વાકર્ષણની હદમાં આવીને ટકરાઇને નાશ પાંમે છે પરંતુ આ નાશ પાંમવું કયારેય વિનાશ પણ લાવી શકે છે.એવું માનવામાં આવે છે કે ૩ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર ઉલ્કાપિંડ ટકરાતા ડાયનાસોર સહિતની ૭૫ ટકા જીવસૃષ્ટી નાશ પાંમી હતી. વર્તમાન સમયમાં પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડની ગણતરી કરતા તે પૃથ્વીને ટકરાય તેવી શકયતા જણાતી નથી. આ ઉલ્કાપિંડની સાંકેતિક ઓળખ ૫૨૭૬૮ (૧૯૯૮ OR -2) આપવામાં આવી છે. આ પીંડને નાસાએ પ્રથમવાર વર્ષ ૧૯૯૮માં જોયો હતો જે આગામી ૨૯ એપ્રિલના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ ઉલ્કાપિંડ સૂર્યનું એક ચકકર લગાવવામાં ૧૩૪૦ દિવસો એટલે કે ૩.૭ વર્ષનો સમય લે છે. ખગોળવિદોનું માનવું છે કે લઘુગ્રહ અને ઉલ્કાપિંડની પૃથ્વીની પાસેથી પસાર થવાની શકયતા ૧૦૦ વર્ષમાં ૫૦ હજાર વાર બને છે.

READ ALSO

Related posts

ઝઘડિયા/ ગુમાનદેવ મંદિરના મહંતે 50 લોકોના ટોળા વિરુધ્ધ નોંધાવી લૂંટ-ફાટની ફરિયાદ- પાંચ લાખથી વધુની મત્તાની ભીડે ચલાવી લૂંટ

pratik shah

Video: મેચ દરમિયાન કોહલીએ અનુષ્કાને પૂછ્યુ “બાબુને ખાના ખાયા?”, મળ્યો આવો ક્યૂટ રિપ્લાય

Bansari

પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે ચાલતા ઈન્ટરનેશનલ વેબીનાર પર સાઈબર એટેક, હેકર્સે વગાડ્યું રામ અને હનુમાનનું ગીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!