GSTV
Gujarat Government Advertisement

Video: લોકોના જીવ સાથે રમાઇ રહી છે રમત, જોઇ લો કેવી ગંદી જગ્યાએ થાય છે RT-PCR ટેસ્ટ કિટનું પેકિંગ, કોવિડ ગાઇડ લાઇનના ધજાગરા

કિટ

Last Updated on May 6, 2021 by Bansari

દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાણ બની  રહી છે. કોરોનાને હરાવવા માટે પીએમ મોદી સહિત નિષ્ણાતો ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યા છે. એવામાં કોરોનાના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆરનો રિપોર્ટ સૌથી મહત્વનો ગણાય છે. જોકે, આ આરટી-પીસીઆર કિટનું પેકિંગ સ્વચ્છતા કે સુરક્ષાનું નામોનિશાન ન હોય તેવા ઝુંપડપટ્ટીવાળા વિસ્તારમાં થાય તો તેવી આરટી-પીસીઆરકિટના રિપોર્ટ પર કેટલો વિશ્વાસ કરી શકાય ? મુંબઈના ઉલ્લાહસનગરમાં આરટી-પીસીઆર ટેસ્ટિંગ કિટના પેકિંગનો વીડિયો વાઈરલ થતાં આ ઘટસ્ફોટ થયો છે. સ્થાનિક તંત્રે આ સંદર્ભે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્હાસનગરના વાઈરલ વીડિયોમાં ઘટસ્ફોટ

ઉલ્હાસનગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોરોના આરટીપીસીઆર ટેસ્ટીંગ સ્વેબ સ્ટિક બનાવવામાં આવી રહી હોવાનું ઉજાગર થયું છે. ઉલ્હાસનગર મહાપાલિકાના એડિશનલ કમિશનર કરુણા જુઈકરે ૫૦ જેટલા પોલીસ સાથે પરિસરનું નિરીક્ષણ કરીને અન્ન ઔષધ અને પ્રશાસન વિભાગને  કાર્યવાહી કરવાનો લેખિતમાં નિર્દેશ આપ્યો છે.

ઉલ્હાસનગર દેશભરમાં કોઈપણ વસ્તુની નકલ બનાવવા માટે જાણીતું છે. એટલે જ તેને મહારાષ્ટ્રના યુએસએ તરીકે ઓળખવામાં આવે છે. કેમ્પ નં ૩ વિસ્તારના જ્ઞાાનેશ્વરનગરમાં કેટલીક ઝૂંપડપટ્ટીમાં કોરોના મહામારી કાળમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ સ્વેબ સ્કિટ કોઈપણ સુરક્ષા વિના પેકિંગ કરાતી હોવાની માહિતી મળી છે. આવી આરટીપીસીઆર કિટનો ઉપયોગ કોરોનાની તપાસ માટે યોગ્ય કહેવાય કે કેમ એવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. દરમ્યાન આ બાબતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ઉલ્હાસનગર મહાપાલિકાના એડિશનલ કમિશનર કરુણા જુઈકરે સમગ્ર બાબતની જાણકારી મેળવવા બુધવારે બપોરે પોલીસ સાથે આ પરિસરની મુલાકાત લીધી. તેમજ ત્યાં બનાવવામાં આવતી આરટીપીસીઆર સ્વેબ કિટનો ઉપયોગ શહેરમાં ન થતો હોવાની ખાતરી પણ આપી. ઝૂંપડપટ્ટીમાંથી કેટલીક કિટ જપ્ત કરાઈ. પોલીસનું માનવું છે કે દરોડો પડવા અગાઉ કોન્ટ્રાકટરે સેંકડો કિટ ગાયબ કરી દીધી છે. હાલ આ ઝૂંપડપટ્ટીના ઘરોને સીલ કરવામાં આવ્યા છે. તેમજ કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લાસનગરની ઝુંપડપટ્ટીમાં દરોડા પહેલાં કોન્ટ્રાક્ટર સેંકડો કિટ ગાયબ કરી ફરાર : પોલીસે અનેક કીટ જપ્ત કરી ઘર સીલ કર્યા

જુઈકરે પોલીસ સાથે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી અન્ન ઔષધ અને પ્રશાસન વિભાગનો સંપર્ક કરીને કાર્યવાહી કરવાની લેખિત સૂચના આપી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોઈપણ સુરક્ષા વિના કોરોના આરટીપીસીઆર સ્વેબ કિટ પેકિંગ થવાની પરવાનગી કોેણે આપી એવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. એટલું જ નહિ પણ સ્થાનિક લોકોને જાણ હોવા છતાં પોલીસ અને મહાપાલિકા તેમજ અન્ન ઔષધ પ્રશાસનન વિભાગને એની જાણકારી કેમ નથી એવો પણ સવાલ પૂછાઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કિટના થતા પેકિંગ વિશે પગલા લેવાની માગણી લાંબા સમયથી કરાઈ રહી છે. તો પછી હજી સુધી કેમ કાર્યવાહી કરાઈ નથી એનું આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે. લોકોના જીવ સાથે રમત રમાઈ રહી હોવા છતાં પાલિકાએ આ ખબરને લાંબા સમયથી ગંભીરતાથી ન લીધી હોવાની ફરિયાદ થઈ રહી છે. જુઈકરે ઘટનાને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવાની લેખિત સૂચના આપી હોવાથી આ મહિલા અધિકારીની પ્રશંસા પણ સ્થાનિક લોકોએ કરી હતી. ખેમાની જ્ઞાાનેશ્વર નગરના કેટલાક ઘરોમાં આરટીપીસીઆર કિટ કોઈપણ સાવધાની વિના પેકિંગ થતી હોવાની જાણકારી એક શખ્સે આપી હતી. આ શખ્સના ઘર પર કોવિડ ટેસ્ટીંગ કિટ બનાવી રહેલા ઘરની મહિલાઓએ ઘેરો નાખ્યો હતો અને પોતાની રોજગારી છિનવાઈ જવાનો આક્ષેપ કર્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ત્રીજી લહેરનો ખતરો વધ્યો : 11 રાજ્યોમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસો, ગુજરાતમાં પણ મારી એન્ટ્રી

Pritesh Mehta

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!