રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રેહેલ યુદ્ધ ખતરનાક વળાંક લઇ રહ્યું છે. રશિયાનું કહેવું છે કે યુક્રેન વાતચીત માટે તૈયાર નથી, પરિણામે તે ચારેબાજુ હુમલો કરશે. આ યુદ્ધ પર દુનિયાભરના દેશોની નજર છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ યુદ્ધમાં ટોપ, ગોળા અને બંદુકોથી વધીને લડાઈ ન્યુક્લિયર સુધી પહોંચી શકે છે. આ યુદ્ધમાં બેલાસુર રશિયા માટે મોટો મદદગાર સાબિત થઇ શકે છે. એવામાં ફ્રાંસે કહ્યું છે કે, બેલારુસને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની મદદ ન કરવી જોઈએ.
જણાવી દઈએ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન, તેમણે બેલારુસના નિર્ણયની સખત નિંદા કરી, જેમાં બેલારુસે કહ્યું હતું કે તે રશિયાને બેલારુસની ધરતી પર પરમાણુ હથિયારો તૈનાત કરવાની મંજૂરી આપશે.

આવું કરવું કોઈના હિતમાં નથી
એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને બેલારુસ અને યુક્રેનના લોકોની લાગણીઓનું સન્માન કરવા અને યુક્રેન પર રશિયાના હુમલામાં સહયોગી ન બનવા જણાવ્યું હતું. કારણ કે આવું કરવું કોઈના હિતમાં નથી.
કૂટનીતિનો ઉપયોગ કરો
દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના વિનાશને સમાપ્ત કરવા પર ભાર મૂકતા કહ્યું કે હવે તે શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થવું જોઈએ. સાથે જ કહ્યું કે તેને કૂટનીતિનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે.

મોસ્કોને પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાની પરવાનગી આપી હતી
આટલું જ નહીં, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિને રશિયન સૈનિકોને બેલારુસની ધરતી છોડવા માટે તાત્કાલિક આદેશ આપવા કહ્યું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મોસ્કોએ બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરવાની પરવાનગી આપી હતી.
અમેરિકાએ કહ્યું- રશિયા બેલારુસનો ઉપયોગ કરી રહ્યું

એજન્સી અનુસાર, યુએસના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ કહ્યું હતું કે યુક્રેન પરના હુમલા વચ્ચે રશિયા બેલારુસનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જો કે, યુએસ પ્રમુખ જો બિડેને પણ યુક્રેનને મદદનો હાથ લંબાવ્યો છે.
તમને જણાવી દઈએ કે બેલારુસને રશિયાનો કટ્ટર સમર્થક માનવામાં આવે છે. વળી, અહીંના વર્તમાન પ્રમુખ પણ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના હોવાનું કહેવાય છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં બેલારુસ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કરી રહ્યું છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા