યુરોપીયન સંઘ (EU, European Union)ના 27 દેશોના સંઘમાં યુક્રેનને સભ્ય બનાવવા માટેના પ્રસ્તાવને આજે બ્રસેલ્સ ખાતે એક બેઠકમાં અન્ય યુરોપીયન દેશનોના નેતાઓ મંજૂરી આપી શકે છે. આ સંઘમાં કાયમી સભ્ય બનવા માટે યુક્રેનને ઘણો સમય લગાઈ શકે છે પણ એ દિશામાં આ પ્રથમ પગલું ગણવામાં આવી રહ્યું છે.

જોકે, યુક્રેન યુરોપીયન સંઘનું સભ્ય બને કે નેટો દેશો સાથે જોડાઈ પશ્ચિમી દેશોનું એક પ્યાદું બને અને પૂર્વ સોવિયેત રશિયન સંઘની જે છબિ છે તે ખરડાય નહી એવા ઉદ્દેશથી જ, ગરિમા જાળવી રાખવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને યુક્રેન ઉપર ફેબ્રુઆરીમાં યુદ્ધની જાહેરાત કરી હતી.

યુક્રેને સભ્ય બનવા માટે અરજી કરી ત્યારે યુરોપના કેટલાક દેશોનો વિરોધ હતો પણ હવે લાગી રહ્યું છે કે દરેક અડચણ દૂર કરી, રાજકીય રીતે રશિયાને એકલા પાડી દેવા માટે યુરોપીયન સંઘ આજે મંજૂરી આપી શકે છે. યુક્રેને તા.૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ ચઢાઈ કરી તેના ગણતરીના દિવસોમાં જ EUના સભ્ય બનવા માટે અરજી કરી હતી. આ અરજી આજે સર્વસહમતીથી સ્વીકારી લેવામાં આવે તેવી શક્યતા છે.
રશિયા સામેને યુદ્ધમાં EU 27 દેશોએ અત્યાર સુધી યુક્રેનને દરેક મદદ કરી છે. આ ઉપરાંત, યુદ્ધ માટે પુતિનને જવાબદાર ઠેરવી રશિયા ઉપર આર્થિક અને રાજદ્વારી પ્રતિબંધો પણ જાહેર કર્યા છે.
Read Also
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે