GSTV
News Trending Ukraine crisis 2022 World

Russia Ukraine War: યુક્રેને આપ્યો જડબાતોડ જવાબ, રશિયાએ યુદ્ધમાં ગુમાવ્યા તેના બે ટોચના લશ્કરી અધિકારીઓ

રશિયા સાથેની લડાઈમાં યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુક્રેને દુશમન દેશના મેજર જનરલ વીંટાળી ગેરાસિમોવ ને મોતને ઘાટ ઉતાર્યા છે. ધ કિવ ઈન્ડિપેન્ડેડે રક્ષા મંત્રલાયના મુખ્ય ગુપ્તચર નિર્દેશાલયના હવાલાથી દાવો કાર્યો છે કે આના પહેલા રશિયાના એક મોટા સૈન્ય અધિકારીનું પણ યુદ્ધમાં મૃત્યુ થયું છે.

કિવ ઈન્ડિપેન્ડન્ટે એક ટ્વિટમાં લખ્યું, “યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય ગુપ્તચર વિભાગે કહ્યું કે યુક્રેને ખાર્કિવ નજીક રશિયન મેજર જનરલ વિતાલી ગેરાસિમોવની હત્યા કરી છે.” ગેરાસિમોવ એક વરિષ્ઠ લશ્કરી અધિકારી હતા જેમણે બીજા ચેચન્યા યુદ્ધમાં ભાગ લીધો હતો અને “ક્રિમીઆના કબજે” માટે તેમને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. સીરિયન યુદ્ધમાં રશિયન લશ્કરી અધિકારી વિટાલીએ પણ ભૂમિકા ભજવી હતી. આના થોડા દિવસો પહેલા યુક્રેનની સેનાએ એક રશિયન મેજર જનરલ આંદ્રે સુખોવેત્સ્કીની હત્યા કરી હતી. પુતિનના ખાસ ગણાતા આન્દ્રે રશિયાના 7મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ ઓફિસર હતા. 24 ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ સંઘર્ષની વચ્ચે રશિયાએ તેના બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને ગુમાવ્યા છે. પરંતુ, રશિયન સરકારે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી.

વિશ્વના સૌથી મજબૂત સૈન્યને યુક્રેન રણનીતિ અને કૂટનીતિની સાથે સૈન્ય શક્તિનએ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડોમીર જેલેન્સકી એ દાવો કર્યું છે કે, એમની સેનાએ રશિયાના 11000 થી વધુ જવાનોને મોતના ઘાટ ઉતાર્યા છે. સાથે મોટા પાયે રશિયન સૈન્યને તબાહ કર્યું છે .બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિરર્થક રહી હતી. યુક્રેનની વાટાઘાટો કરનારી ટીમના સભ્ય પોડોલિકે જણાવ્યું હતું કે અત્યાર સુધી એવું કોઈ પરિણામ આવ્યું નથી કે જેનાથી પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થાય. તે જ સમયે, રશિયન વાટાઘાટો ટીમના વડા, મેડિન્સકી કહે છે કે તેમનું પ્રતિનિધિમંડળ યુક્રેન સાથેની વાતચીત દરમિયાન અમારી અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી.

READ ALSO:

Related posts

અવકાશમાં જવાથી મગજ પર થાય છે ખરાબ અસર, કેન્સરનું પણ વધે છે જોખમ: નાસાના અભ્યાસમાં તારણ

Padma Patel

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi
GSTV